એશિયા કપ(Asia Cup)માં, ભારતે પાકિસ્તાન(India VS Pakistan)ને 5 વિકેટે હરાવ્યું. ભારતની શાનદાર જીત બાદ ચાહકોએ તેની ભવ્ય ઉજવણી કરી હતી. આખા દેશમાં લોકોએ હાથમાં તિરંગો લઈને ભવ્ય વિજયની ઉજવણી કરી હતી જેઓ વિજય બાદ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભારતીય ફેન્સનો આ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ભારતે T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લીધો હતો. ભારતની જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો, દેશભરમાં ચાહકો રસ્તા પર આવીને આ જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
મુંબઈ:
#WATCH | Celebration mood in Mumbai as team India beat Pakistan by 5 wickets in #AsiaCup2022 pic.twitter.com/GFH7JnMvHU
— ANI (@ANI) August 28, 2022
ઉત્તર પ્રદેશ:
#WATCH | People in Uttar Pradesh’s Moradabad burst firecrackers as they celebrate India’s victory over Pakistan in #AsiaCup pic.twitter.com/RQAbhQqror
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 28, 2022
મધ્યપ્રદેશ:
#WATCH | People in Madhya Pradesh’s Indore celebrate after India defeated Pakistan by 5 wickets in #AsiaCup2022 match. pic.twitter.com/yTeqG99fFM
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 28, 2022
બેંગ્લોર:
#WATCH | People celebrate in Bengaluru as India defeats Pakistan by 5 wickets in #AsiaCup2022 pic.twitter.com/dkVs1v9EnH
— ANI (@ANI) August 28, 2022
પશ્ચિમ બંગાળ:
#WATCH | People celebrate in West Bengal’s Siliguri as India beat Pakistan by 5 wickets in #AsiaCup2022 pic.twitter.com/nnaOJVGpdK
— ANI (@ANI) August 28, 2022
મહારાષ્ટ્ર:
#WATCH | Celebrations in Maharashtra’s Nagpur after India’s victory over Pakistan in #AsiaCup pic.twitter.com/9RjAou3QD3
— ANI (@ANI) August 28, 2022
ભારતની જીતમાં હાર્દિક બન્યો હીરો:
હાર્દિકે પ્રથમ બોલિંગમાં તેની યોગ્યતા સાબિત કરી, ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ લીધી, જેના આધારે ભારતે પાકિસ્તાનને 19.5 ઓવરમાં 147 રનમાં આઉટ કરી દીધું. આ પછી, લક્ષ્યનો પીછો કરતા, તેણે 17 બોલમાં અણનમ 33 રન બનાવ્યા અને રવિન્દ્ર જાડેજા (29 બોલમાં 35 રન) સાથે 52 રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 147 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવીએ 4 વિકેટ લઈને પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. આ મેચમાં હાર્દિકને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.