IND vs SA 2nd Test: આફ્રિકાને લંચ બ્રેક પહેલા જ કરી દીધું ઓલઆઉટ: જાણો કોણે કરી શાનદાર બોલિંગ

IND vs SA 2nd Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ એવી રીતે શરૂ થઈ કે આફ્રિકાની પહેલી ઈનિંગમાં રમત ક્યારે શરૂ થઈ…

IND vs SA 2nd Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ એવી રીતે શરૂ થઈ કે આફ્રિકાની પહેલી ઈનિંગમાં રમત ક્યારે શરૂ થઈ અને ક્યારે ખતમ થઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. ભારતીય બેટ્સમેનોએ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરીને આફ્રિકાના બેટ્સમેનોને ચોંકાવી દીધા હતા. ભારતે પ્રથમ સ્પેલમાં ઝડપી બોલર મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ (15 રનમાં છ વિકેટ)ના કારણે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે લંચ પહેલા દક્ષિણ આફ્રિકાને પ્રથમ દાવમાં 55 રનમાં આઉટ કરી દીધું હતું. સિરાજ (Mohammed Siraj Six Wicket in IND vs SA in 2nd Test) એ નવ ઓવરમાં ત્રણ મેડનથી 15 રન આપીને છ વિકેટ લીધી હતી.

જસપ્રિત બુમરાહે આઠ ઓવરમાં એક મેડનથી 25 રન આપીને બે વિકેટ લીધી હતી. મુકેશ કુમારે 2.2 ઓવરમાં બે મેડન્સથી બે વિકેટ લીધી હતી અને એક પણ રન આપ્યો નહોતો. દક્ષિણ આફ્રિકા માટે માત્ર બે બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા. કાયલ વેરેને 15 રન અને ડેવિડ બેડિંગહામે 12 રન બનાવ્યા હતા.

કેપટાઉનમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી મેચમાં આજે આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સેન્ચુરિયનમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતીને સિરીઝ બરાબરી કરવા પર છે. રોહિત શર્માએ આ મહત્વપૂર્ણ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. ટોસ દરમિયાન રોહિત શર્માએ જણાવ્યું કે આર અશ્વિનની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુરની જગ્યાએ મુકેશ કુમારને ટીમમાં તક આપવામાં આવી છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે.

ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ, મુકેશ કુમાર.

સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન: ડીન એલ્ગર (કેપ્ટન), એઈડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (વિકેટમાં), માર્કો જોહ્ન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્જર, લુંગી એનગિડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *