જોવા જઈએ તો સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેમની સામે તેમના કરતા વધારે ગેરફાયદાઓ પણ છે જે આપણે ભૂલવું ન જોઈએ. ત્યારે હાલમાં જ બનાસકાંઠાના એક વ્યક્તિએ ફેસબુક પર એવી પોસ્ટ કરી છે જેને લીધે રાજકારણમાં અને સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામી છે. આ પોસ્ટ ભાચર ગામના માઘાભાઈ પટેલ દ્વારા ફેસબુક પર મુકવામાં આવી છે. જેને લીધે હાલ તે એક ચર્ચાનો વિષય બની ગયા છે.
માઘાભાઈ પટેલે ફેસબુક પોસ્ટ કરતા એવું લખ્યુ છે કે તેઓ ટૂંક જ સમયમાં એક નેતાઓ વિડીઓ વાયરલ કરશે. સાથે તેમણે કહ્યું છે કે જે વિડીઓ અપલોડ કરશે તે વિડીઓ આપતિજનક વિડીઓ હશે તેવો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટ ને લઈને બનાસકાંઠા જીલ્લામાં ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામ્યો છે.
માઘાભાઈ પટેલે જણાવતા કહે છે કે, 15 ઓગસ્ટના રોજ બપોરે 12:39 વાગ્યે તેઓ આ આપતિજનક વીડિયો અપલોડ કરશે તેવો તેમણે ઉલ્લેખ કર્યો છે. તેની સાથે જ માઘાભાઈએ જે પોસ્ટ કરી છે અને તેમા તેમણે એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પાલનપુર સર્કિટ હાઉસમાં નેતા આપત્તિજનક હરકત કરતા હતા. જેમનો વીડિયો તેઓ 15 ઓગસ્ટ સ્વતંત્રા દિવસના રોજ ફેસબુક પર પોસ્ટ કરવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એવો તો કેવો વીડિયો છે કે જેને લઈને માઘાભાઈ પટેલ દ્વારા આવી ચીમકી ઉચ્ચરવામાં આવેલ છે. જેને લઈને બનાસકાંઠા જીલ્લામાં ચકચાર મચી ગઈ છે. એક પોસ્ટને કારણે બનાસકાંઠા જીલ્લાના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.