ભારતમાં પહેલીવાર દેખાઈ ‘બેટમેન’ બાઈક- ફીચર્સ અને કિંમત જાણી આંખે અંધારા આવી જશે

બૅટમેન(Batman)ની બાઈકનું નામ સાંભળીને જ મજા આવી જાય છે. કલ્પના કરો કે જો તમને ચલાવવા માટે મળી જાય તો તમને કેવું થશે. ભારતમાં પણ બેટમેનની બાઇક(Batman’s bike) જેવી જ દેખાતી એક માત્ર બાઇક મળી આવી છે. તેની વિશેષતાઓ જાણીને, તમે કૉમિક્સની કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જશો.

હોન્ડાએ બનાવી બેટમેનવાળી બાઇક:
હોન્ડા ભારતમાં બીજા નંબરની સૌથી મોટી ટુ વ્હીલર વેચનાર કંપની છે. આ જ કંપનીના આંતરરાષ્ટ્રીય યુનિટ હોન્ડા ઈન્ટરનેશનલે કોમિક સુપરહીરો બેટમેનની બાઇક જેવી દેખાતી બાઇક બનાવી છે. તેનું નામ Honda NM4 Vultus છે. ભારતમાં હાલમાં મુંબઈમાં ઉપલબ્ધ આ એકમાત્ર બાઇક છે.

મારુતિ અલ્ટો કરતા વધુ પાવર:
Honda NM4 Vultus, જે બેટમેનની બાઇક જેવી દેખાય છે, તે 745cc એન્જિનથી ચાલે છે. આ એક લિક્વિડ કૂલ્ડ 8v સમાંતર ટ્વિન એન્જિન છે. જે 54 bhpનો પાવર જનરેટ કરે છે. જો તમે તેની શક્તિને સમજવા માંગતા હોવ, તો અમે એટલું જ કહી શકીએ કે તે મારુતિ અલ્ટોની શક્તિ કરતાં વધુ છે. તેમજ તેનો પીક ટોર્ક 68Nmનો છે.

કાર જેવી ઘણી બધી સુવિધાઓ:
આ બાઇકમાં પણ કારની જેમ અનેક ફીચર્સ છે. આ બાઇક ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનની સાથે આવે છે. તેમાં હેન્ડબ્રેક પણ છે. તેમાં બે પ્રકારના ડ્રાઇવિંગ મોડ ઉપલબ્ધ છે. તેમજ આમાં ગિયર શિફ્ટિંગ કારના ઓટોમેટિક ગિયર જેવું છે.

યુટ્યુબ પર વાયરલ વિડીયો: 
બેટમેનની બાઇક જેવી દેખાતી આ મોટરસાઇકલનો વીડિયો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. આ બાઇકનો વીડિયો BikeWithGirl નામની ચેનલ પર શેર કરવામાં આવ્યો.

જો કે આ બાઈક હજુ ભારતમાં લોન્ચ કરવામાં આવી નથી અને તે ટૂંક સમયમાં ભારતમાં આવે તેવી આશા પણ નથી. તેને હમણાં જ રિપોર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ ચાલો તમને આ બાઇકની કિંમત જણાવીએ. આ બાઇકની કિંમત $11,299 એટલે કે 8.6 લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *