ચાલુ નાણાકીય વર્ષ(2022-23) ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન, એટલે કે સપ્ટેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિકગાળા દરમિયાન ભારતને કોલસાની ભારે અછત(Coal shortage)નો સામનો કરવો પડી શકે છે, કારણ કે તે સમયે વીજળીની માંગ(Electricity Demand) વધુ રહેવાની ધારણા છે. ન્યુઝ એજન્સી કંપની રોયટર્સ અનુસાર, ઉર્જા મંત્રાલયની એક આંતરિક સમિતિએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે, જેને રોયટર્સ દ્વારા જોવામાં આવી છે. તેનાથી દેશમાં વ્યાપક વીજ સંકટનું જોખમ વધી ગયું છે.
એવી આશંકા છે કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માંગ પ્રમાણે કોલસાના પુરવઠામાં 42.5 મિલિયન ટનનો ઘટાડો થઈ શકે છે. આ અછત અગાઉની કટોકટી કરતાં 15 ટકા વધુ હોઈ શકે છે, જ્યારે વીજળીની ઊંચી માંગને કારણે અછત સર્જાઈ હતી.
આ ભયંકર આગાહીઓ એવા સમયે ભારતમાં ઇંધણની અછતને પ્રતિબિંબિત કરી રહી છે જ્યારે દેશમાં છેલ્લા 38 વર્ષમાં વાર્ષિક વીજળીની માંગમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે અને રશિયા-યુક્રેન યુદ્ધે કોલસાના પુરવઠામાં ઘટાડો કર્યો છે અને વૈશ્વિક કોલસાના ભાવ રેકોર્ડ સ્તરે છે.
આ સંજોગોમાં ભારતે તાજેતરના દિવસોમાં પાવર પ્લાન્ટ્સ પર કોલસાની આયાત વધારવા માટે દબાણ વધાર્યું છે અને ચેતવણી આપી છે કે જો પાવર પ્લાન્ટ્સ આયાત કરીને તેમની કોલસાની ઇન્વેન્ટરીઝ નહીં બનાવે તો તે સ્થાનિક રીતે ખનન કરાયેલા કોલસાના પુરવઠામાં ઘટાડો કરશે.
મંત્રાલયના પાવર પ્રેઝન્ટેશનમાંથી એક સ્લાઇડમાં, તે બતાવવામાં આવ્યું હતું કે મોટાભાગના રાજ્યોએ કોલસાની આયાત માટે હજુ સુધી કોન્ટ્રાક્ટ આપ્યા નથી. આવી સ્થિતિમાં જો કોલસાની આયાત નહીં કરવામાં આવે તો જુલાઈ સુધીમાં અનેક પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાની કટોકટી સર્જાઈ શકે છે. વીજ મંત્રાલયની રજૂઆત મુજબ એપ્રિલના અંત સુધી માત્ર એક રાજ્યે કોલસાની આયાત માટે ટેન્ડર આપ્યા છે.
મંત્રાલયના બે વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રેઝન્ટેશન શુક્રવારે વર્ચ્યુઅલ મીટિંગમાં આપવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય કોલસા અને ઉર્જા મંત્રી હાજર હતા. તેમના સિવાય કેન્દ્ર અને રાજ્યોના ઉચ્ચ ઉર્જા અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.