Narendra Modi meeting Elon Musk: છેલ્લા કેટલાક વર્ષોથી ભારત એક નવા વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભરી રહ્યું છે. ઘણી મોટી અમેરિકન કંપનીઓ હવે ચીનને બદલે(Narendra Modi meeting Elon Musk) ભારતમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન બેઝ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એપલ અને ગૂગલ પછી હવે આ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે.
ભારતમાં રોકાણની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે
ટેસ્લાના CEO એલોન મસ્કનું કહેવું છે કે, તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં શક્ય તેટલું જલ્દી પણે રોકાણ કરવાની તકો શોધી રહી છે. તેમણે કહ્યું કે, માનવીય રીતે શક્ય તેટલું જલ્દી રોકાણ તે મુજબ કરવામાં આવશે. એલોન મસ્કે તેમની કંપનીના આ નિર્ણયની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપી હતી, જેઓ હાલ અમેરિકાના પ્રવાસે છે.
પીએમ મોદી અમેરિકાના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધો, ખાસ કરીને રોકાણના સંદર્ભમાં તેમની અમેરિકન મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન સરકારી અધિકારીઓ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા અમેરિકન ઉદ્યોગપતિઓ અને CEOને મળવાના છે. આ સંબંધમાં એલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.
Great conversation with @NarendraModi https://t.co/UYpRvNywHb
— Elon Musk (@elonmusk) June 21, 2023
એલોન મસ્ક આવતા વર્ષે ભારત આવશે
એલોન મસ્કે પીએમ મોદી સાથે મુલાકાત કર્યા પછી ભારતમાં ટેસ્લાની રોકાણ યોજનાઓ વિશે પણ વાત કરી. જ્યારે પત્રકારોએ તેમને ભારતમાં ટેસ્લાની રોકાણ યોજના વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, “મને ખાતરી છે કે ટેસ્લા ભારત પહોંચશે. મને વિશ્વાસ છે કે ટે જલ્દી જ થશે. આ સાથે મસ્કે એ પણ જણાવ્યું કે તે આવતા વર્ષે ભારતની મુલાકાત લઈ શકે છે.
મસ્કે કહ્યું, હું વડાપ્રધાનને તેમના સમર્થન માટે ખુબ આભાર માનવા માંગુ છું અને આશા રાખું છું કે, અમે ટૂંક સમયમાં કંઈક જાહેર કરી શકીશું, જેમાં વધુ સમય લાગશે નહીં. તેમણે કહ્યું કે ભારત પાસે સૌર ઉર્જા, બેટરી, ઈલેક્ટ્રીક વાહનો સહિત ટકાઉ ઉર્જાની બાબતમાં નક્કર સંભાવનાઓ છે. મસ્કે ભારતમાં ટૂંક સમયમાં સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પણ શરૂ કરવાની આશા પણ વ્યક્ત કરી હતી.
સ્ટારલિંકને સરકાર દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો
એલોન મસ્કની અન્ય કંપની સ્ટારલિંકનો પણ ભારતનો અનુભવ સારો રહ્યો નથી. આ કંપની સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સેવાઓ પણ પૂરી પાડે છે. બીજા ઘણા દેશોની જેમ, સ્ટારલિંક ગયા વર્ષે ભારતમાં લોન્ચ થઈ હતી, પરંતુ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. ખરેખર તે સમયે સરકારે કંપનીને ઠપકો આપ્યો હતો. સ્ટારલિંકે સરકારની યોગ્ય મંજૂરી વિના એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું હતું. બાદમાં સરકારનીસૂચનાઓ મુજબ કંપનીએ બુકિંગના પૈસા પાછા કરવા પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.