ભારત પાકિસ્તાનને પુરાવા નહીં આપે, દુનિયાની સામે જ તેની પોલ ખોલશે

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા છે. તે પછી કૂટનીતિ રીતે હોય કે પછી સીધો જ આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની વાત હોય. ભારતની આ નીતિમાં વિશ્વના અનેક દેશો સાથ આપવા તૈયાર છે.

બુધવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે અમેરિકામાં ફરજ બજાવતા ભારતીય રાજદૂત અને પાકિસ્તાનમાં ભારતીય રાજૂદત સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી એવા સંકેત મળ્યા છે કે, ભારત પાકિસ્તાનને હુમલાના કોઈ પુરાવા નહીં આવે અને દુનિયાની સામે જ તેની પોલ ખોલશે.

રાજનાથસિંહ સાથે અજય બિસારિયાની મુલાકાત : 

પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્ત અજય બિસારિયાએ બુધવારે નવી દિલ્હીમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. અજય બિસારિયા પુલવામા હુમલા બાદથી નવી દિલ્હીમાં જ છે.

હર્ષવર્ધન સિંગલા સાથે રાજનાથ સિંહની મુલાકાત:

અજય બિસારિયા ઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન સિંગલાએ પણ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. મંગળવારે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુલવામા હુમલાની નિંદા કરી છે.

ચારેય બાજુથી પાકિસ્તાનને ઘેરવામાં આવશે: સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ઘેરશે. તે માટે ગૃહ મંત્રાલય નવું ડોઝિયર બનાવી રહ્યા છે. જે દરેક દેશોમાં હાજર ભારતના દૂતાવાસને મોકલવામાં આવશે.

આ ડોઝિયર પ્રમાણે વિદેશમાં ભારતના રાજદૂત પાકિસ્તાનની પોલ ખોલશે. અજય બિસારિયા સાથે થયેલી મુલાકાત પછી આ સંકેત મળી રહ્યાં છે. અજય બિસારિયાએ નવી દિલ્હીમાં કેબિનેટના સભ્યો સાથે બેઠક કરી હતી.

પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશ્નર અજય બિસાકિયા કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીને મળીને તેમને હાલના સંજોગોની માહિતી પણ આપી છે. વડાપ્રધાન સાથે પણ તેમની મુલાકાત થઈ ગઈ છે. ભારત પાકિસ્તાનને કોઈ પુરાવા નહીં આવે અને તેની દુનિયાની સામે પોલ ખોલશે. ભારતની પાસે પાકિસ્તાન વિરુદ્ધ પૂરતા પુરાવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *