India vs Afghanistan, 3 ODI Series: આ દિવસોમાં ભારતીય ખેલાડીઓ IPL રમવામાં વ્યસ્ત છે અને ત્યારબાદ ભારતીય ટીમના ખેલાડીઓ WTC ફાઈનલ રમવા ઈંગ્લેન્ડ જશે. આ પછી ભારતીય ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર અફઘાનિસ્તાન સામે રમશે. હાલમાં, BCCIએ અફઘાનિસ્તાન સાથે 3 ODI શ્રેણી (India vs Afghanistan) ની તારીખોને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પછી રમાશે. સૂત્રોનું માનીએ તો આ વનડે સીરીઝ 23 જૂનથી 30 જૂન વચ્ચે રમાઈ શકે છે.
રોહિત-કોહલી અને શમીને અફઘાનિસ્તાન શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોને પ્રભાવિત કરનારા ખેલાડીઓ માટે સારા સમાચાર એ છે કે રોહિત શર્મા, મોહમ્મદ શમી, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓને IPL પૂરી થયા બાદ અફઘાનિસ્તાન સામેની ભારતની 3 વનડે શ્રેણીમાં આરામ આપીને નવા ખેલાડીઓને તક આપી શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) મેચ રમવા માટે ઈંગ્લેન્ડ જશે અને તેથી જ તેમને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. આ વનડે સિરીઝમાં યશસ્વી જયસ્વાલ, જીતેશ શર્મા, તિલક વર્મા અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓને તક મળી શકે છે.
હાર્દિકને સુકાનીપદ મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે યોજાનારી વનડે સિરીઝમાં રોહિત શર્મા તેમજ અન્ય સિનિયર ખેલાડીઓને આરામ આપીને હાર્દિક પંડ્યાને ભારતની કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવશે અને જો સૂત્રોનું માનીએ તો માત્ર અફઘાનિસ્તાન જ નહીં પરંતુ તે પછી હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવશે. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ પ્રવાસમાં પણ સિનિયર ખેલાડીઓને બદલે આઈપીએલના યુવા ખેલાડીઓને જ લેવામાં આવશે.
વાસ્તવમાં, આ વર્ષે એશિયા કપ અને વર્લ્ડ કપ બંનેનું આયોજન થવાનું છે અને ભારતીય ટીમના ખેલાડીઓએ એશિયા કપ અને તે પછી વર્લ્ડ કપની તૈયારી કરવાની છે જેમાં ઘણો સમય લાગે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે જેથી કરીને ભારતીય ટીમના ખેલાડીઓ એશિયા કપ 2023 અને ત્યારબાદ વર્લ્ડ કપ 2023 માટે પોતાને ફિટ રાખી શકે.
અફઘાનિસ્તાન સામે 15 સભ્યોની સંભવિત ટીમ આ રહી
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, મોહિત શર્મા, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.