ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. હાલ ત્રણ ODI રમાઈ હતી. જેમાંથી અગાઉની બે મેચ ઓસ્ટ્રેલિયા જીતી હતી અને આ સીરીઝ પોતાને નામ કરી હતી. પરંતુ ભારત પાસે એક મેચ બાકી હતી, અને આ એક મેચમાં ભારતે કટોકટીની જીત હાંસલ કરી છે. છેલ્લી વન ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું હતું. તેમ છતાં ઓસ્ટ્રેલિયા આ સીરીઝ 2-1 થી જીતી ગયું હતું. ટીમ ઇન્ડિયાના વિદેશી મેદાન પર 7 પરાજય બાદ આ પહેલી જીત છે.
વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 303 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા માત્ર 289 રન જ બનાવી શકી હતી. કેપ્ટન એરોન ફિંચે સૌથી વધુ 75 અને ગ્લેન મેક્સવેલે 59 રન બનાવ્યા હતા. ફિંચની વનડેમાં આ 29મી અને મેક્સવેલની 22મી હાલ્ફ સેન્ચુરી હતી.
હાર્દિક પંડ્યા ‘મેન ઓફ ધ મેચ’ બન્યો….
આ મેચમાં 76 બોલમાં 92 રનની ઈનિંગ માટે હાર્દિક પંડ્યાને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. ઇનિંગ્સમાં તેણે એક સિક્સર અને સાત ફોર ફટકારી હતી. તે જ સમયે, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને ‘મેન ઓફ ધ સિરીઝ’ તરીકે ચૂંટવામાં આવ્યો હતો. તેણે શ્રેણીની ત્રણ વનડેમાં 72 ની સરેરાશથી 216 રન બનાવ્યા હતા. તેમાં 2 સદી પણ શામેલ છે.
શ્રેણીની છેલ્લી વનડેમાં ઓસ્ટ્રેલિયાનું નબળું પ્રદશન
ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત સારી રહી નહોતી. સિરીઝમાં પ્રથમ વખત ઓપનિંગ માટે આવેલા માર્નસ લબુશાને 7 રન બનાવ્યા બાદ ટી.નટરાજનના હાથે બોલ બોલ્ડ થયો હતો. ડેબ્યૂ મેચમાં નટરાજનની આ પ્રથમ વિકેટ હતી. આ પછી શાર્દુલ ઠાકુરે બે વિકેટ લીધી હતી. તેણે સ્ટીવ સ્મિથ અને મોઇઝિસ હેનરિક્સને આઉટ કર્યા હતા. હેનરિક્સે ફિંચ સાથે 61 રનની ભાગીદારી કરી હતી.
પંડ્યા, જાડેજા અને કોહલીની હાલ્ફ સેન્ચુરી
ભારતીય ઇનિંગ્સમાં કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ અર્ધસદી ફટકારી હતી. પંડ્યા અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 150 રનની ભાગીદારી સાથે ખુબ સરી બેટિંગ કરી હતી. આજનો દિવસ ખાસ તો જાડેજા અને હાર્દિકના નામે જ રહ્યો હતો. આ ભાગીદારીને કારણે ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા છે. ટીમ તરફથી પંડ્યાએ સૌથી વધુ 92 અને જાડેજાએ 66 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
કોહલીએ તેની 60મી વનડે કારકિર્દી બનાવીને 63 રન બનાવ્યા હતા. પંડ્યાની છઠ્ઠી અને જાડેજાની 13મી ફિફ્ટી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્ટન એગરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. એડમ જામ્પા, સીન એબોટ અને જોશ હેઝલવુડને 1-1 વિકેટ મળી હતી.
કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો…
વિરાટ કોહલીની જેવી ધારણા હતી તેવી તેની બેટિંગ છેલ્લા કેટલાય સમયથી જોવા મળી નથી. તેમછતાં વિરાટ કોહલીએ દુનિયાનો કોઈ ખેલાડી નથી કરી શક્યો આજના દિવસે કરી બતાવ્યું હતું. વિરાટ કોહલીએ ક્રિકેટના ભગવાન ગણાતા સચિનનો પણ રેકોર્ડ તોડ્યો હતો. કેપ્ટન કોહલીએ આ મેચમાં 23 રન બનાવતાંની સાથે જ વનડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. સાથે-સાથે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. સચિને આ રેકોર્ડ 309 મેચમાં બનાવ્યો હતો. જ્યારે કોહલીએ માત્ર 251 મેચની 242 ઇનિંગ્સમાં આ આંકડો બનાવી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle