બાઝબોલ ક્રિકેટ રમવામાં ઇંગ્લેન્ડ આવ્યુ બેકફૂટ પર, સીરાજ- જયસ્વાલએ ભારતને મુક્યું મજબુત સ્થિતિમાં

India vs England, 3rd Test Match Day 3: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસ…

India vs England, 3rd Test Match Day 3: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસ (17 ફેબ્રુઆરી)ના અંત સુધીમાં, ભારતે તેની બીજી ઇનિંગમાં બે વિકેટે 196 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 65 અને કુલદીપ યાદવ ત્રણ રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારતની કુલ લીડ 322 રન છે.

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. નિવૃત્ત થતા પહેલા યશસ્વીએ 133 બોલમાં 104 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ મેચમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 319 રન પર સમેટાઈ ગયો હતો. આ પહેલા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ દાવના આધારે 126 રનની મોટી લીડ મળી હતી.

પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડને 319 રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા (19) અને રજત પાટીદાર (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થયા બાદ પાટીદાર ક્રિઝ પર આવ્યો હતો. દિવસની રમતના અંત સુધીમાં નાઈટ વોચમેન કુલદીપ યાદવ ત્રણ રન બનાવીને શુભમન સાથે ક્રિઝ પર હતો.

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. નિવૃત્ત થતા પહેલા યશસ્વીએ 133 બોલમાં 104 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ મેચમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 319 રન પર સમેટાઈ ગયો હતો. આ પહેલા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ દાવના આધારે 126 રનની મોટી લીડ મળી હતી.

India vs England ત્રીજા દિવસની રમતની ખાસ વાતો

ત્રીજા દિવસે ભારતીય બોલરોએ શાનદાર શરૂઆત કરી હતી અને વહેલી સવારે બે વિકેટ ઝડપી હતી. બીજા દિવસે આઉટ થનાર પ્રથમ બેટ્સમેન જો રૂટ (18) હતો, જે 223ના સ્કોર પર જસપ્રિત બુમરાહના બોલ પર સ્લિપમાં યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી સ્કોરમાં વધુ એક રન ઉમેરાયો અને જોની બેરસ્ટો (0) આઉટ થયો. કુલદીપ યાદવે જોનીને પોતાની સ્પિનમાં ફસાવીને LBW આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડની બે વિકેટ માત્ર 1 રનમાં જ પડી ગઈ હતી.