દુનિયામાં સૌથી વધારે લોક સંખ્યા ધરાવતા દેશોમાં પહેલો નંબર ચીનનો અને બીજો નંબર ભારતનો છે. ચીનમાં વધતી જતી વસ્તી ને ઓછી કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ ભારતમાં અત્યાર સુધી કોઈપણ પગલું આગળ ભરવામાં આવ્યું નથી. અત્યારે જ ભારતની વસ્તીવૃદ્ધિ ઉપર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભારત માટે સારી ખબર મળી નથી.
આ રિપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં વિશ્વની વસ્તી 970 કરોડ થવાની સંભાવના છે. તે વર્ષ 2027 માં ભારતને દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો માં ચીન થી પણ આગળ નીકળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં આર્થિક એવા સામાજિક મામલામાં વસ્તી ગણતરી વિભાગ દ્વારા 2019 માં વિશ્વ વસ્તી વૃદ્ધિ સંભાવનામાં જાહેર કરવામાં આવ્યું છે.આ રિપોર્ટ દ્વારા કહેવામાં આવ્યો છે કે અગાઉના 30 વર્ષોમાં વિશ્વની વસ્તીવૃદ્ધિ બે અરબ સુધી વધવાની સંભાવના છે. 2050 સુધીમાં વસ્તીવૃદ્ધિ 7.7 અરબથી વધીને 970 કરોડ સુધી પહોંચી જશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
વિશ્વની વસ્તી વૃદ્ધિ જે વૃદ્ધિ થશે તેમાં અડધાથી વધારે વૃદ્ધિ ભારત,પાકિસ્તાન,ઈન્ડોનેશિયા,ઇથિઓપિયા, નાઇજીરીયા, તંજાનિયા,મિસ્ત્ર અને અમેરિકા માં થવાનું અનુમાન છે. આ દેશોમાં ભારત માં સૌથી વધારે વૃદ્ધિ થશે.
જ્યારે બીજી તરફ ચીનમાં આવી રહ્યો છે ઘટાડો…
જ્યાં કેટલા દેશ માં વસ્તી વૃદ્ધિ સતત વધી રહી છે. ત્યાં ચીન જેવા અમુક દેશોમાં ઘટી રહી છે.રિપોર્ટ પ્રમાણે 2010 પછી 27 દેશો એવા છે. જેમાં વસ્તીવૃદ્ધિ એક કે તેથી વધારે ટકાવારીમાં ઘટી રહી છે. આ ઘટાડો પ્રજનન દર માં નીચા સ્થાન ના કારણે થાય છે.
સાલ 2019 થી 2050 સુધી 55 દેશો અને ક્ષેત્રમાં એક ટકાવારી કે તેથી વધારે ટકાવારીમાં ઘટાડો થવાની શક્યતા છે. તેમાંથી 2026 સુધી માં વસ્તી વૃદ્ધિ માં 10 ટકા સુધી ઘટાડો થઈ શકે છે. ઉદાહરણ તરીકે ચીનમાં આ સમયે અવધિમાં વસ્તી વૃદ્ધિ માં 3.14 કરોડ એટલે કે 2.2 ટકા સધી ઘટાડો થવા નું અનુમાન છે.
રિપોર્ટ મુજબ 2010 અને 2020 ની વચ્ચે 14 દેશો કે ક્ષેત્રમાં 10 લાખથી વધુ પ્રવાસીઓનું આગમન જોવા મળશે. જ્યારે 10 દેશોમાંથી આટલા લોકો છે બીજા દેશમાં જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.