મોદી સરકાર આ રાજ્યમાં બનાવશે પાંચ લાખ કરોડના ખર્ચે રસ્તા, યુરોપ-અમેરિકાને મારશે ટક્કર

મોદી સરકાર(Modi government) ભારતમાં રસ્તાઓના નિર્માણ પર આગામી બે વર્ષમાં 15 લાખ કરોડ રૂપિયા ખર્ચવાની યોજના ધરાવે છે. એટલું જ નહીં બે વર્ષમાં દેશ યુરોપ(Europe) અને અમેરિકા(America)ના માપદંડોને ટક્કર આપે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર(Infrastructure) તૈયાર કરવાની તૈયારી કરી રહ્યું છે. તે જ સમયે સરકારની ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ને લઈને એક યોજના છે કે ત્યાં 5 લાખ કરોડ રૂપિયાના હાઈવે બનાવવામાં આવે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે દેશમાં અમેરિકા, યુરોપની જેમ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું તેમનું સપનું છે. દેશમાં ઝડપથી રસ્તાઓ અને હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. દિલ્હીથી દહેરાદૂન 2 કલાકમાં, દિલ્હીથી હરિદ્વાર 2 કલાકમાં, દિલ્હીથી જયપુર 2 કલાકમાં, દિલ્હીથી ચંદીગઢ 2.5 કલાકમાં હાઇવે પર કામ ચાલી રહ્યું છે. આ આગામી દોઢ વર્ષમાં તૈયાર થઈ જશે. હાલમાં દેશમાં દરરોજ 38 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે.

યુપીમાં રસ્તા અમેરિકા જેવા હશે:
ઉત્તર પ્રદેશ માટેના પોતાના રોડમેપનું વર્ણન કરતા ગડકરીએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે 2014 પછી 2021 સુધી 3 લાખ કરોડ રૂપિયાના કામો થયા છે. તેમાંથી 1.60 લાખ કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આવનારા વર્ષોમાં 5 લાખ કરોડ રૂપિયાના હાઈવે પર કામ કરવામાં આવશે, જેના કારણે યુપી બદલાયેલો દેખાશે. યુપીના રસ્તાઓને અમેરિકન સ્ટાન્ડર્ડ જેવા બનાવવાનું લક્ષ્ય છે.

ગ્રીન ફ્યુઅલ ભવિષ્ય:
ગ્રીન ફ્યુઅલ પર બોલતા ગડકરીએ કહ્યું કે ઇલેક્ટ્રિક, ઇથેનોલ, મિથેનોલ, સીએનજી, બાયોસીએનજી, બાયોડીઝલ, ગ્રીન હાઇડ્રોજન પર વાહનો લાવવામાં આવી રહ્યા છે. આનાથી પરંપરાગત ઇંધણની આયાત પર નિર્ભરતા ઘટશે, પ્રદૂષણ ઘટશે અને રોજગારીનું સર્જન થશે. દેશમાં પેટ્રોલની આયાતની સરેરાશ કિંમત 8 લાખ કરોડ રૂપિયા છે. 5 વર્ષમાં તે વધીને 25 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

યુપીના ખેડૂતો અન્નદાતાથી ઉર્જા દાતા બનશે:
ગડકરીએ કહ્યું કે યુપીના ખેડૂતો હવે અન્નદાતામાંથી ઉર્જદાતામાં ફેરવાશે. બાયોઇથેનોલ શેરડીના ખેડૂતોને સીધો ફાયદો કરશે અને તેમની આવક વધારવામાં મદદ કરશે. ઓટો રિક્ષા, બસો વગેરે તમામ ખેડૂતો દ્વારા બનાવેલા બળતણ પર ચાલશે. આગામી 2 વર્ષમાં ઈલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલ અને ડીઝલ કારની કિંમત જેટલી થઈ જશે. સીએનજી, બાયો સીએનજી, એલએનજી, હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક વગેરે ભવિષ્ય હશે. તેમણે એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 5-7 લાખ કરોડ ઈથેનોલ, ગ્રીન હાઈડ્રોજન ઈકોનોમી બનાવવામાં આવશે. તેનાથી યુપીમાં નવી નોકરીઓનું સર્જન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *