ચીન સહિત દુનિયાભરમાં વાયરસથી પીડિત દર્દીઓનો આંકડો વધતો જઈ રહ્યો છે. જોકે ભારતે કોરોના વાયરસ પર મોટી સફળતા નોંધાવી છે. કોરોના વાયરસથી કેરળમાં ચેપિત ભારતીયોનો ચેપ ખતમ થઈ ગયો છે.કેરળમાં વાયરસથી સંક્રમિત ત્રીજા દર્દીની સ્થિતિમાં સુધારો થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આના પહેલા કેરળના બે દર્દીઓને કોરોના વાયરસથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમાં એક નો ઈલાજ કાસરગોડના કંજનગઢ સરકારી હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો, તેમજ બીજા વિદ્યાર્થીનો ઈલાજ અલપ્પુઝા મેડિકલ કોલેજ માં ચાલી રહ્યો હતો. બંનેની સ્થિતિમાં સુધારો થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ચીનમાં અત્યાર સુધી 1775ના મૃત્યુ
ચીનમાં કોરોના વાયરસથી રવિવારે 142 વધારે લોકોનું મૃત્યુ થયું હતું. તેનાથી મરનારની સંખ્યા 1775 થઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર શનિવારે 2009 નવા મામલાઓ સામે આવ્યા છે, જે એક દિવસ પહેલા સામે આવેલા 2641 મામલાની તુલનામાં ઓછા છે. કુલ 71,330 મામલા સામે આવ્યા છે, જેમાં 10,973 લોકો સાજા થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.