મીરાબાઈ ચાનીએ ટોકિયો ઓલમ્પિક 2020 માં ઇતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનુએ પ્રથમ મેડલ જીત્યો છે. તેઓએ કલીન એન્ડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામ નો ભાર ઉઠાવ્યો છે અને બીજા પ્રયત્નમાં તેઓએ 115 કિલોગ્રામનું વજન ઉપાડવા નો પ્રયત્ન કર્યો અને તેમાં તેમણે ભવ્ય સફળતા મળી અને તેઓએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ સાથે જ ટોક્યો ઓલમ્પિક 2020 માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે.
Mirabai Chanu wins #Silver medal in #Tokyo2020 weightlifting, becomes the only second Indian weightlifter ever to win an #Olympics medal
(Photo Credit: Indian Olympic Association) pic.twitter.com/ulgAQlkAk3
— ANI (@ANI) July 24, 2021
તેઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મીરાબાઈ ચાનુએ સ્નેચ માં 87 કિલોગ્રામનું વજન ઉપાડ્યું.કલીન એડ જર્કના મીરાબાઈ ચાનુએ 115 કિલોગ્રામ વજન ઉપાડીને ભારત માટે મેડલ જીતવામાં સફળ રહી. તેઓએ વેટલિફ્ટિંગમાં ભારતને ઓલમ્પિકમાં ઇતિહાસમાં બીજો મેડલ અપાવ્યો છે. તે ભારત તરફથી વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે.
તેઓને મેડલ જીતવા પર સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મીરાબાઈ ચાનુએ પોતાની સફળતાથી સમગ્ર દેશનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. મીરાબાઈ ની ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.