હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોના વાયરસને લીધે હાલમાં પણ ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ લાંબા સમયથી મેદાનથી દૂર રહ્યાં છે. પણ, હવે IPL નાં આયોજન બાબતે સ્પષ્ટતા થતાં જ ખેલાડી મેદાન પર ઉતરવાં માટે ઉત્સાહી પણ છે. લોકડાઉન તેમજ અનલોક દરમિયાન મોટાભાગનાં ખેલાડી સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવાં લાગ્યા હતાં.
પણ હવે ખેલાડીઓનું સંપૂર્ણ ધ્યાન ફરી એકવાર ક્રિકેટ પર જોવાં મળશે.આ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં સૌથી ઝડપી બોલર તથા કુલ 80 વન-ડે ઇન્ટરનેશનલમાં કુલ 115 વિકેટ તથા કુલ 97 ટેસ્ટમાં કુલ 297 વિકેટ લેનાર ઇશાંત શર્માએ એક ખુબ જ મોટો ખુલાસો કર્યો છે.
મીડિયા જાણકારી પ્રમાણે ઇશાંતે જણાવતાં કહ્યું, કે વર્ષ 2013માં તેનાં કરિયરમાં એક એવી પણ ક્ષણ આવી હતી કે જ્યારે એ સંપૂર્ણ રીતે તૂટી પડ્યો હતો તથા એની ગર્લફ્રેન્ડને કોલ કરીને ધ્રૂસકે ધ્રૂસકે રડવાં લાગ્યો હતો.
જાણકારી મુજબ ઇશાંતે જણાવતાં કહ્યું, કે વર્ષ 2013માં મોહાલીમાં ઓસ્ટ્રેલિયાની સામે વન-ડે સીરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને માત્ર 18 જ બોલમાં કુલ 44 રનની જરૂર પડી હતી. ત્યારે જ ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન જેમ્સ ફોકનરે ઇશાંતની જ ઓવરમાં કુલ 30 રન ફટકાર્યા હતાં. ત્યારપછી ભારત પણ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેચ હાર્યું હતું.
ઇશાંતે જણાવતાં કહ્યું, કે આ મેચ પછી એ સંપૂર્ણ રીતે ભાંગી પડ્યો હતો તેમજ ખુબ રડ્યો પણ હતો. ઇશાંતે એની ગર્લફ્રેન્ડને કોલ કર્યો હતો તથા ધ્રૂસકેને ધ્રૂસકે રડવા પણ લાગ્યો હતો. આવાં કપરાં સમયમાંથી બહાર નીકળવા માટે ઇશાંતને પણ ખુબ જ સમય લાગ્યો હતો. ઇશાંત માટે આજે પણ એ ખરાબ સપનાંની સમાન જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP