ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા કોઈપણ સમયે ભારત પહોંચી શકે છે. મુંબઈમાં તેની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે, જેથી તેને મુંબઈ લાવી શકાય છે. તપાસ એજન્સીઓએ સંકેત આપ્યો છે કે માલ્યા કોઈપણ સમયે વિમાન દ્વારા બુધવારે રાત્રે મુંબઇ એરપોર્ટ પર ઊતરી શકે છે. તે રાતના સમયે મુંબઈ પહોંચી શકે છે અને તેને થોડાક સમય માટે સીબીઆઇ ઓફિસમાં પણ રાખી શકાય છે. પછી તેને કોર્ટ સામે ઉપસ્થિત કરવામાં આવશે.
યુકે કોર્ટમાં 14 મેના રોજ માલ્યાને ભારત મોકલવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. નિયમ અનુસાર ભારત સરકારને માલ્યાને ૨૮ દિવસની અંદર યુકેથી પરત લઈ જવાનો રહેશે. એવામાં 20 દિવસ વીતી ગયા છે. ત્યાં માલ્યાને પરત કરવાની બધી જ કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. એવામાં માલ્યાને કોઈપણ સમયે ભારત લાવી શકાય છે.
માલ્યાના મુંબઈ પહોંચતાની સાથે જ મેડીકલ ટીમ તેના સ્વાસ્થ્ય ની તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને પ્રવર્તન નિદેશાલય ના અમુક અધિકારી વિમાન પર માલ્યા સાથે રહેશે. જો માલ્યા દિવસ દરમિયાન ભારત પહોંચશે તો તેને એરપોર્ટથી સીધો કોર્ટ લઇ જવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ CBI અને ED બંને એજન્સી તેના રિમાન્ડની માંગ કરશે.
જણાવી દઈએ કે ઓગસ્ટ, 2018માં જ્યારે યુકેની અદાલતમાં માલ્યા પર સુનાવણી ચાલી રહી હતી. ત્યારે અદાલતે ભારતીય તપાસ એજન્સીઓ પાસેથી જેલની વિસ્તૃત માહિતી માંગી હતી. ત્યારે તપાસ એજન્સીઓએ મુંબઈ સ્થિત આર્થર રોડ જેલ નો વિડીયો યુકેની કોર્ટ ને સોંપ્યો. માલ્યાને યુકે થી પરત લાવીને આ જેલમાં રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news