હાલ કેનેડા (Canada)માંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં સાયકલ (Bicycle)થી રસ્તો પાર કરતા સમયે ભારતીય વિદ્યાર્થી કાર્તિક સૈનીને પુરપાટ ઝડપે આવી રહેલા પિકઅપ ટ્રકે કચડયો હતો. ઘટનાની જાણ થતા જ ઇમરજન્સી સેવાઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ કાર્તિક સૈનીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. તેમજ ભારત (India)માં રહેતા કાર્તિકના માતા-પિતાને આ સમાચાર મળતાની સાથે જ તેઓ પર જાણે દુ:ખોનું આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
મળતી માહિતી અનુસાર, 20 વર્ષિય ભારતીય વિદ્યાર્થી કાર્તિક સૈની એક વર્ષ પહેલા જ એટલે કે 2021માં ભારતથી કેનેડા ગયો હતો. તેમજ પરવીન સૈની અને મૃતક કાર્તિક સૈનીનો પરિવાર ભારતમાં હરિયાણાના કરનાલમાં રહે છે. આ અંગે પરવીને જણાવ્યું કે, પરિવારને આશા છે કે કાર્તિકના મૃતદેહને યોગ્ય દફનવિધિ માટે વહેલી તકે ભારત મોકલવામાં આવશે.
રીપોર્ટસ મુજબ, શેરિડન કોલેજે પણ પુષ્ટિ કરી છે કે કાર્તિક આ કોલેજનો વિદ્યાર્થી રહ્યો છે. કાર્તિકની કોલેજે શુક્રવારે જાહેર કરેલા ઈ-મેઇલમાં જણાવ્યું હતું કે, કાર્તિકના આકસ્મિક અવસાનથી અમારો સમુદાય ખૂબ જ દુઃખી છે. અમે તેના પરિવાર, મિત્રો, સહકાર્યકરો અને પ્રોફેસરો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે યોંગ સ્ટ્રીટ અને સેન્ટ ક્લેયર એવન્યુ પાસે ભીષણ ટક્કર થઈ હતી.
આ અંગે ટોરોન્ટો પોલીસ સર્વિસના પ્રવક્તા કોન્સ્ટેબલ લૌરા બ્રાબેન્ટે જણાવ્યું હતું કે, અથડામણના સંજોગોમાં તપાસ ચાલુ છે. તેમજ જ્યાં અથડામણ થઈ હતી તે સ્થળે એક અસ્થાયી સ્મારક બનાવવામાં આવ્યું છે. ટોરોન્ટોમાં એક વકીલ જૂથે 30 નવેમ્બરના રોજ કાર્તિકના સન્માનમાં રાઇડ સાઇકલ રાઇડનું આયોજન કર્યું છે. રાઇડના સહભાગીઓ બ્લૂર સ્ટ્રીટ અને સ્પેડિના એવન્યુ ખાતે મેટ કોહેન પાર્કમાં મળશે. રાઈડ ક્રેશ સાઈટ પર ઘોસ્ટ બાઈકના પ્લેસમેન્ટ સાથે સમાપ્ત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.