ભારત સાથે તકરાર કેનેડાને મોંઘી પડી! ભારતીય વિદ્યાર્થીઓને મળતી સ્ટડી પરમિટમાં 86%નો ઘટાડો- જાણો વિગતે

India vs Canada Row: હાલ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા છોડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કેનેડા(India vs Canada…

India vs Canada Row: હાલ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા છોડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કેનેડા(India vs Canada Row)ના એક ટોચના અધિકારીએ જણાવ્યા અનુસાર કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યામાં તીવ્ર ઘટાડો કરવામાં આવ્યો છે. જાણીતું છે કે ભારતે પરમિટની પ્રક્રિયા કરનાર કેનેડિયન રાજદ્વારીઓને કેનેડા પાછા મોકલ્યા હતા તો બીજી બાજુ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના રાજદ્વારી વિવાદને કારણે બહુ ઓછા ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જવા માટે અરજી કરી હતી.

કેનેડાના એક ટોચના અધિકારીએ જણાવ્યું છે કે વર્ષ 2023માં ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદને કારણે કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી અભ્યાસ પરમિટની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અધિકારીએ એમ પણ કહ્યું કે તેઓ માને છે કે ભારતીયો માટે અભ્યાસ પરમિટની સંખ્યામાં ટૂંક સમયમાં વધારો થવાની શક્યતા નથી.

સ્ટડી પરમિટમાં કેટલો ઘટાડો થયો?
કેનેડાના એક મંત્રીએ જણાવ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી રાજદ્વારી તણાવને કારણે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટમાં 86 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કુલ પરમિટ 108,940 થી ઘટીને 14,910 થઈ ગઈ છે. આ વિવાદે ભારતીય વિદ્યાર્થીઓને અન્ય દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, ગયા વર્ષે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડા સરકારે કહ્યું છે કે આ હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના વિશ્વસનીય પુરાવા છે. ભારતે કેનેડાના આ આરોપોને ફગાવી દીધા હતા. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ જ્યારે આ હત્યામાં ભારતની સંડોવણીની વાત કરી ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતા. ઓક્ટોબરમાં કેનેડાએ પણ ભારત સરકારના આદેશ પર 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા પડ્યા હતા. ત્યારપછીથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા છે.