હીરાવાળા માટે સારા સમાચાર: ડિબિયર્સે રફ ડાયમંડના ભાવ ઘટાડતા મુશ્કેલીના સમયમાં હીરા ઉદ્યોગને હળવી રાહત

Rough Diamond News: ડાયમંડ સીટી તરીકે ખ્યાતી પામેલું સુરત છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. US, UKના બજારોમાં પોલિશ્ડ ડાયમંડની માંગના કારણે મંદીનો…

Rough Diamond News: ડાયમંડ સીટી તરીકે ખ્યાતી પામેલું સુરત છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. US, UKના બજારોમાં પોલિશ્ડ ડાયમંડની માંગના કારણે મંદીનો સામનો કરી રહેલાં સુરતના હીરા ઉત્પાદકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ખાણ કંપની ડી બિયર્સે રફની કિંમતોમાં ઘટાડો(Rough Diamond News) કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. કંપનીએ હીરાની અલગ અલગ જાતોમાં સરેરાશ 10થી 15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ખાણ કંપનીએ 0.75 કેરેટથી ઓછી રફ માટેની કિંમતમાં 5 ટકાથી 10 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં મેલે કરતા નાની ક્વોલિટીના ડાયમંડ માટે સામાન્ય અથવા બિલકુલ ઘટાડો કરવામાં આવ્યો નથી. 0.75થી 2 કેરેટનું વજન ધરાવતા રફમાં સરેરાશ 10થી 15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે 2 કેરેટના મોટા માલના ભાવમાં લગભગ 15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સિલેકટ મેકેબલ્સ 2થી 4 કેરેટ રફ પત્થર જેમાંથી એસ12 થી 12 ક્વોલિટીના હીરાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે તેની કિંમતમાં 20થી 25 ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડી બિયર્સ કંપનીએ મંદી દરમિયાન ઓછા વોલ્યુમમાં રફનું વેચાણ કરવાની રણનીતિ અપનાવી છે જેથી પોલિશ્ડ માર્કેટમાં સુધારા દરમિયાન કિંમતો ઘટાડી શકાય. 2023માં 1 કેરેટનું વજન ધરાવતા રફ હીરાની કિંમતો રેપનેટ ઈન્ડેક્સ અનુસાર 21 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો. આ કેટેગરીના ડાયમંડ માટે વર્ષ 2023 સૌથી ખરાબ વર્ષ ગણવામાં આવ્યું હતું, પરંતુ હોલિડે શોપિંગ સિઝન શરૂ થઈ ત્યાર પછી USમાં આ ક્વોલિટીના ડાયમંડની માંગમાં થોડાક વધારો જોવા મળ્યો હતો. જોકે, હજુ પણ ચાઈનીઝ બજાર મંદી ચાલી રહી છે.

જોકે, કેટલાંક હીરા ઉત્પાદકોનું એવું માનવું છે કે ડી બિયર્સની રફની કિંમતો હજુ પણ બહારના ટેન્ડરો અને હરાજીઓ કરતા વધારે છે. કિંમતમાં ઘટાડો છતાં લગભગ 300 મિલિયન ડોલરના વેચાણ પછી પણ માંગ મર્યાદિત રહે તેવી ધારણા છે. મળતી માહિતી અનુસાર, ડી બિયર્સની વર્ષની પહેલી સાઈટ સોમવારે બોત્સવાના ગેબોરોનમાં શરૂ થઈ છે, જે શુક્રવાર સુધી ચાલશે.