JIO આવ્યા બાદ ભારતના લોકો આ કામ માટે ઇન્ટરનેટ નો વપરાશ સૌથી વધુ કરે છે…

Published on Trishul News at 10:40 AM, Wed, 27 February 2019

Last modified on February 27th, 2019 at 10:40 AM

એક સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે ૩૨% ભારતીય ઈન્ટરનેટ યુઝર જ ઓનલાઇન વ્યવહાર કરે છે. તેમાં એ પણ જાણવા મળ્યું કે બેન્કિંગ ને લગતા વ્યવહાર, બિલ ની ભરપાયી અને ખરીદી આ ત્રણ મુખ્ય છે. કુલ ૩૨% ઓનલાઇન વ્યવહાર કરતા ભારતીયો માંથી, ૬૫% બેન્કિંગ ને લગતા વ્યવહાર કરવા, ૫૫% પોતાના ઓનલાઇન બિલ ભરવા અને ૫૪% ઓનલાઇન શોપિંગ કરવા માટે ઈન્ટરનેટ નો ઉપયોગ કરે છે. ફક્ત ૪૬% વપરાશ કર્તાઓનું એવું કહેવું છે કે તેમને વીમા પ્રીમિયમ ની ચુકવણી ઓનલાઇન કરી છે. ઓનલાઈન પૈસા ચૂકવવા માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ખુબજ અનુકૂળ અને લોકપ્રિય પદ્ધતિઓ છે. ૫% થી પણ ઓછા લોકો ઓનલાઇન પૈસા ની ચુકવણી કરવા ઈ-વોલેટ નો ઉપયોગ કરે છે.

કુલ વપરાશ કર્તાઓ પૈકી ૮૩% લોકો નિયમિત ઈ-મેઈલ ચેક કરે છે, ૭૨% લોકો ઓનલાઇન સમાચાર મેળવવાનું પસંદ કરે છે અને ૬૬% લોકો સોશ્યિલ મીડિયા નો ઉપયોગ કરે છે. એવા વપરાશ કર્તાઓ કે જ પોતાના જરૂરી કાર્યો જેવા કે ભણતર અને શોધખોળો માટે  ઈન્ટરનેટ નો ઉપયોગ કરતા હોય તેમનું પ્રમાણ ખુબ ઓછું છે.

અન્ય એક સર્વે અનુસાર કુલ ઈન્ટરનેટ વપરાશ કરતા ભારતીયો ગૂગલ પર સરેરાશ ૨૦૯ મિનિટો વિતાવે છે. ભારતીયો ફેસબુક પર ૧૧૯, એમેઝોન પર ૨૮ અને ફ્લિપકાર્ટ પર ૧૯ મિનિટો સરેરાશ વિતાવે છે.

ભારતીય યુવાનો ઈન્ટરનેટ પર ૨૦૧૪ ના વર્ષ માં સરેરાશ ૧ કલાક નો સમય વિતાવતા હતા જે ૨૦૧૭ માં વધીને ૧ કલાક ને ૪૦ મિનિટ જેવો થઇ ગયો છે. ભારતીય યુવાનો ને આકર્ષવા વિદેશી ઈન્ટરનેટ કંપનીઓ પૂરો પ્રયાસ કરી રહી છે. વિદેશી ઈન્ટરનેટ કંપનીઓ માટે ભારત પોતાની વસ્તી ને કારણે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

ઈન્ટરનેટ કૅનેક્ટિવિટી નબળી હોવાને કારણે ઈન્ટરનેટ થી ચાલતી કંપનીઓ ને અનેક પડકારો નો સામનો કરવો પડે છે. ભારત માં મોટાભાગ ના લોકો ૫૦૦ એમબી કરતા પણ ઓછું ઈન્ટરનેટ વાપરે છે.

આમ ભારત લગભગ ૭૦ કરોડ ઈન્ટરનેટ વપરાશ કર્તાઓ સાથે વિશ્વ નું ૨ નંબર નું રાષ્ટ્ર બન્યું છે અને ભવિસ્યમાં આ અંક વધવાનો છે.

આ તમામ સર્વેના અંકો 2017 પહેલાના છે.

Be the first to comment on "JIO આવ્યા બાદ ભારતના લોકો આ કામ માટે ઇન્ટરનેટ નો વપરાશ સૌથી વધુ કરે છે…"

Leave a comment

Your email address will not be published.


*