કોરોના વાઇરસનો પ્રથમ શિકાર બનનાર દિલ્હીનો દર્દી હવે પૂરી રીતે સ્વસ્થ થઈ ચૂક્યો છે. જણાવી દઈએ કે આ વ્યક્તિ 22 ફેબ્રુઆરીના રોજ ઈટલી થી પરત ફર્યો હતો અને સંક્રમણનો શિકાર બન્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ મયુર વિહાર ફેસ-2 માં રહેતા 45 વર્ષના આ વ્યક્તિને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં શનિવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ઈટલી થી પરત ફર્યા બાદ વ્યક્તિએ પોતાના દીકરાને હયાત હોટલમાં બર્થ-ડે પાર્ટી પણ આપી હતી. 2 માર્ચના રોજ વ્યક્તિને કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ અને તે દરમ્યાન અનેક લોકો તેના સંપર્કમાં આવ્યા હતા.
આ સંપર્કોની ખોજ કરનાર દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર 105 લોકોને પ્રેસ કરી લીધા છે. તેમાં 41 લોકો દિલ્હીમાં છે અને 64 લોકો શહેરની બહાર છે.
અધિકારીએ જણાવ્યું કે 80% લોકોને નાની-નાની બીમારી હોય છે. ફક્ત વૃદ્ધ વ્યક્તિ ડાયાબિટીસ અને હાર્ટના પેશન્ટ ને જ ગંભીર ખતરો બની શકે છે.
હાલ સુધીમાં દિલ્હીમાં કોરોના વાયરસના 7 મામલા સામે આવી ચૂક્યા છે. શનિવાર એક મામલો સામે આવ્યો હતો. જેમાં સંબંધિત વ્યક્તિ રાજસ્થાનનો છે અને તેને ઈટલી થી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. હાલ તેને માનેસર કેમ્પમાં રાખવામાં આવ્યો છે.
બે વ્યક્તિના મોત થઇ ચુક્યા છે
દિલ્હીમાં 68 વર્ષની એક મહિલા પણ મૃત્યુ પામી છે. તે ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનથી પીડિત હતી. મહિલા થોડા સમય પહેલાં સંક્રમણનો શિકાર બની હતી. મહિલા કોરોના વાયરસના એક પેશન્ટ ની માતા હતી. તેમનું મૃત્યુ શુક્રવારે થયું છે.
આ પહેલા ૧૦ માર્ચના રોજ સત્તર વરસના એક વૃદ્ધ વ્યક્તિનું પણ કર્ણાટકમાં મૃત્યુ થયું હતું. તેઓ પણ કોરોના વાયરસ નો શિકાર હતા. હાલ સુધીમાં દેશમાં ૧૦ વ્યક્તિઓ કોણ વાયરસ નો શિકાર બન્યા હોવા છતાં પણ સ્વસ્થ થઇ ચુક્યા છે.
એક જ દિવસમાં 133 લોકોના મોત, ચીન સિવાય આ દેશમાં પણ કોરોના વાયરસે ભયંકર તબાહી મચાવી