એક જ દિવસમાં 133 લોકોના મોત, ચીન સિવાય આ દેશમાં પણ કોરોના વાયરસે ભયંકર તબાહી મચાવી

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી અને યુરોપનો દેશ ઈટલી હવે કોરોનાની પૂર્ણ ચપેટમાં આવી ગયો છે. એક જ…

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી અને યુરોપનો દેશ ઈટલી હવે કોરોનાની પૂર્ણ ચપેટમાં આવી ગયો છે. એક જ દિવસમાં 133 લોકોના મોત થતા હડકંપ મચી ગયો છે. માત્ર ઈટાલીમાં જ કોરોના વાયરસથી મૃત્યુઆંક 366 સુધી પહોંચી ગયો છે અને નવા 1492 કેસ નોંધાયા છે. કુલ 7375 લોકો કોરોના પોઝીટીવ હેઠળ સારવારમાં છે. ઉતરી ઈટલી લગભગ કોરોનાની ચપેટમાં છે. દેશની સરકારે કોરોનાનો પ્રસાર રોકવા માટે તમામ થિયેટરો- મ્યુઝીયમને બંધ કરવાનો આદેશ આપ્યો છે અને ઉતરી ઈટલી સીલ થયુ છે. મહામારી તરીકે વકરી રહેલા કોરોનાના કારણે સરકારી તંત્રએ 2.2 કરોડ માસ્કનો ઓર્ડર આપ્યો છે. ઈટલી સરકારે વાયરસને ફેલાતો રોકવા માટે દેશભરના ફિલ્મ થિયેટર, સંગ્રહાલયોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

ઈટાલીમાં સૌથી વધુ મોત ઉત્તર ઈટાલીના લોમ્બાર્ડી ક્ષેત્રમાં થયા છે. ઈટાલીના તમામ 22 ક્ષેત્રમાં કોરોના વાયસના સંક્રમણના મામલા સામે આવ્યા છે. એક જ દિવસમાં સંક્રમણના 1492 કેસ નોંધાયા બાદ ઈટાલીમાં બે કરોડથી વધુ માસ્કના ઓર્ડર આપવામાં આવ્યા છે. ઈટાલીમાં કુલ 7,375 લોકોમાં કોરોના વાયરસની અસરો જોવા મળી રહી છે.

અહી 1.5 કરોડ લોકોને ઘરમાં જ રહેવા આદેશ આપ્યો છે. અહી સ્કુલ, નાઈટ કલબ અને કેસીનો તો અગાઉ જ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉતરી ઈટલીએ સમગ્ર દેશના અર્થતંત્રના એન્જીન જેવું છે. ઈટલીના વડાપ્રધાન ગેઉસ્પે કોન્ટેએ કહ્યું કે દેશ કટોકટીની સ્થિતિમાં સામનો કરી રહ્યું છે. તેઓએ ઉતરી ઈટલીને ‘લોક’ કરવાની તેમને ફરજ પડી હોવાનું સ્વીકાર્યુ છે તથા નાગરિકોને પણ સ્વયંમ જવાબદારી સ્વીકારવા અપીલ કરી છે. ઈટલીના ટુરીસ્ટ ડેસ્ટીનેશન વેનીસ મિલાન મળી તમામ વિદેશી પ્રવાસીઓને પરત જવા જણાવ્યું છે. ઈટલી બાદ ઈરાનમાં પણ કોરોનાનો ખતરો યથાવત છે અને અહી 24 કલાકમાં 49ના મોત થયા છે. આ દેશમાં કુલ મૃત્યુઆંક 200થી ઉપર પહોંચી ગયા છે. ઈરાનના 31 પ્રાંત આ પ્રકારે વાયરસમાં હોમાય છે.

વિશ્વના કુલ 70 દેશમાં કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા છે. અમેરિકાના 32 રાજયોમાં કોરોનાના કેસની પુષ્ટી થઈ છે. દક્ષિણ કોરીયામાં કોરોનાના 7000 કેસ નોંધાયા છે. જયારે અહી વધુ બેના મોત થતા કુલ મૃત્યુઆંક 50નો થયો છે. ચીનમાં કોરોના વાયરસની ઘટનાઓમાં ઘટાડો થવાથી હવે દુનિયાનું ધ્યાન દક્ષિણ કોરિયા, ઈટલી અને ઈરાન પર છે. WHOના પ્રમુખ ટેડરોસ અધારોમ ઘેબ્રેયસસે કહ્યું હતું કે, લોકો ડરી ગયા છે અને શંકામાં છે. કોઈ પણ મુશ્કેલીમાં ડરી જવું એક પ્રાકૃતિક માનવીય પ્રતિક્રિયા છે. તેની બાબતે અમે વધુ જાણકારી મેળવી રહ્યાં છીએ. હરિયાણાના ગુરુગ્રામમાં પેટીએમ કર્મચારીને તપાસ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીએ બુધવારે એક નિવેદન જાહેર કરીને આવનારા કેટલાક દિવસો સુધી ઘરથી જ કામ કરવાની સલાહ આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એ કર્મચારી હાલમાં જ ઈટલીમાં રજાઓ વિતાવીને પાછો ફર્યો હતો. ઈટલી, કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાંથી એક માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *