ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ (neeraj chopra) આજે 87.58 મીટર જવેલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજા નંબરે ચેક રિપ્બીલીકનો વેડલેચ રહ્યો છે, જેણે 86.67 મીટર દૂર ભાલા થ્રો કર્યો હતો. જ્યારે ત્રીજા નંબરે ચેક રિપ્લીકનો વેસ્લે રહ્યો છે, જેણે 85.44 મીટર દૂર જવેલિન થ્રો કર્યો હતો.
આ ગોલ્ડ મેડલ સાથે આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યા પછી નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને સાથે સાથે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. અગાઉ પણ 12મા દિવસે ભારત માટે એક સારા સમાચાર આવ્યા હતા. ભારતીય એથ્લેટ નિરજ ચોપડાએ ભાલા ફેકમાં એટલે કે ભાલા ફેંક સ્પાર્ધાની ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું હતું.
ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે જે પણ ભારતીય માટે ગર્વની વાત કહી શકાય. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પુનિયાએ 8-0થી કઝાકિસ્તાનના ખેલાડીને પરાજય આપ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવી ચુક્છેયા. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ઓલિમ્પિક ગેમ્સમાં 13 વર્ષ પછી ઈન્ડિયાને રમતમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આ અગાઉ 2008મા બીજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંન્દ્રાએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.
ભારત દેશ માટેની આ સૌથી સફળ ઓલિમ્પિક ઇવેન્ટ રહી છે. આ અગાઉ લંડન ઓલિમ્પિકમાં ભારતે 6 મેડલ જીત્યા હતા. ત્યારે આવામાં અત્યારે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા છે. નીરજ ચોપરાનાં ગોલ્ડની સાથે મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર, પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ અને લવલિના બોરગોહેને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.