Firing in Ahmedabad: રાજ્યમાં આ સામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોઈ તે રોતે અવાર નવાર જમીનને લઈ હત્યા, ફાયરીંગ તેમજ મારામારીનાં બનાવો પોલીસ ચોંપડે નોંધાતા હોય છે.ત્યારે ગતરોજ અમદાવાદ( Firing in Ahmedabad )નાં ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે જમીન લે વેચનાં વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવતે ગરીબ લારીવાળા રસ્તા પર આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે ફાયરીંગ કર્યા બાદ આરોપી હરિસિંગ ચંપાવત ફરાર થઈ ગયો હતો. ત્યારે આ બાબતે ચાંદખેડા પોલીસે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રિવોલ્વરથી અંધાધૂંધ ધુંધ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું
આ અંગે મળતી જાણકારી મુજબ,તપોવન સર્કલ નજીક આવેલા શક્તિ પાન પાર્લર પાસે માલિક ધર્મેશ ભરવાડ હાજર હતા. તે દરમિયાન રાત્રે 10:00 વાગ્યાના સુમારે હરિસિંહ ચંપાવત નામનો વ્યક્તિ એક સફેદ કલરની સિયાઝ કાર લઈ પાન પાર્લર પર આવ્યો હતો. જે બાદ તે પાન પાર્લર પર ઉભેલા ગ્રાહકોને મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.જોકે આ તકરાર અંગે ફરિયાદી ધર્મેશ ભરવાડના કાકા નવઘણ ભરવાડને જાણ થતાં પાન પાર્લર પાસે આવી ગાળો નહિ બોલવાનું કહેતા હરિસિંહ ચંપાવતે ધક્કો મારી પાડી દીધો હતો. જોકે ત્યાં ટોળું ભેગું થઈ જતા હરિસિંહ નામનો શખ્સ પોતાની સિયાઝ કાર લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. થોડીવાર બાદ હરીસિંહ બીજી એક થાર કાર લઈને પાન પાર્લર પાસે તેના મિત્ર સાથે આવ્યો અને કારમાંથી ઊતરેલા અજાણ્યા શખ્સે ગાડીમાંથી ઉતરી રિવોલ્વરથી અંધાધૂંધ ધુંધ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. આ દરમિયાન આસપાસના લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી. જોકે ફરિયાદી ધર્મેશ ભરવાડી પોતાનો જીવ બચાવવા લારી પાછળ છુપાઈ ગયેલા અને હરિસિંહ સાથે આવેલા એક અજાણ્યો શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
ચાંદખેડા તપોવન સર્કલ પાસે અચાનક જ બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનાં બનતા આજુબાજુનાં વેપારીઓ તેમજ વાહન ચાલકોમાં થોડા સમય માટે ભય વ્યાપી જવા પામ્યો હતો. આ અંગેની જાણ ચાંદખેડા પોલીસને થતા તાત્કાલી પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી શા મામલે ફાયરીંગ કરવામાં આવ્યું. ત્યારે સદનસીબે ફાયરીંગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે હાલ તો ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ફિલ્મની જેમ કોઈનો ડર ના હોય તે પ્રકારે આવ્યો
હરિસિંહ હાથમાં રિવોલ્વર લઈને આવ્યો તે સમયનો વીડિયો પણ સામે આવ્યો છે. ફિલ્મની જેમ કોઈનો ડર ના હોય તે પ્રકારે જાહેરમાં રિવોલ્વર લઈને આવેલા હરિસિંહે આમતેમ આંટાફેરા પણ માર્યા હતા. હાથમાં રિવોલ્વર હોવાથી કોઈ પાસે પણ જતું નહોતું. જોકે ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે ચાંદખેડા પોલીસે હરિસિંહ અને અન્ય ગાડી લઈને આવેલા કારચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube