જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદી ઘૂસણખોરીના પ્રયાસો અટકી રહ્યા નથી. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં, ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા (એલઓસી) પર સરહદ પારથી આતંકવાદીઓને ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીરીના કુપવાડા જિલ્લાના હંદવારાના ટીએમજી સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીને નિષ્ફળ બનાવતી વખતે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સર્ચ ઓપરેશન હજી ચાલુ છે.
હકીકતમાં, બારામુલ્લાના નૌગામ સેક્ટરમાં શનિવારના પ્રારંભિક કલાકોમાં, સૈનિકોને નિયંત્રણ રેખાની બાજુમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. સેનાએ ઝડપી કાર્યવાહી કરી બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા બે એકે -47 અને અન્ય શસ્ત્રો મળી આવ્યા છે.
આ પહેલા 1 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી ઘૂસણખોરી અંગે ગુપ્ત માહિતી સુરક્ષા દળોને મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ આતંકીઓને એલઓસીમાં ઘુસણખોરી કરતા જોયા હતા. જોકે, એલઓસી પર તૈનાત સુરક્ષા દળોએ આતંકવાદીઓની આ ઘૂસણખોરીને નિષ્ફળ કરી. આ સાથે જ એક આતંકી પણ માર્યો ગયો.
જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી બાતમીના આધારે, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભીમ્બર ગલી સેક્ટરના કેરી વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે બાદ આતંકીઓ નિયંત્રણ રેખા પાર કરતા જોવા મળ્યા હતા.
આ પછી, ભારતીય સેનાના જાગૃત સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, પરિણામે આતંકવાદીનું મોત નીપજ્યું. આ સાથે બે મેગેઝિનવાળી એકે -47 પણ મળી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news