દરેક દીકરી, બહેન, પત્નીને આ વાત તો ખબર હોવી જ જોઈએ કે વારસાગત સંપત્તિમાં દરેકને કેટલો હક મળે?

મહિલા જાગૃતિ વધારવાના આશયથી અમે તમને અહીં જણાવીશું કે મુખ્ય ધર્મ અંતર્ગત પત્ની, દીકરી, માતા કે બહેનના રૂપમાં મહિલાઓને વારસામાં શું-શું અધિકાર છે.

પત્નીઃ

જો પતિનું મોત થાય તો તેને અન્ય જીવિત વારસદારને સમાન હિસ્સો મળે છે. વારસદાર ન હોય તો પતિની બધી જ સંપત્તિ પત્નીને વારસામાં મળે છે. વિવાહિત હિન્દુ મહિલાનો પતિની ઈન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી પર પૂરો ભાગ હોય છે. કોઈ સંપત્તિ મહિલાના નામે છે તો તેના પર તેનો હક હશે, ભલે તે વારસામાં મળી હોય કે ભેટમાં. તેને પોતાના પતિ પાસેથી ભરણપોષણ, સપોર્ટ અને શેલ્ટર મેળવવાનો પણ હક છે.

જો પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થાય તો ભરણપોષણના ભથ્થાનો નિર્ણય ડિવોર્સ સમયે થાય છે. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે સંબંધ પૂરો થઈ જાય છે. તલાક પછી પતિનીનું મોત થાય અને તેણે વસિયત ન લખી હોય તો તેની પત્નીને તેમાંથી કોઈ હક મળતો નથી. પહેલી પત્ની જીવિત હોય અને પતિ છૂટાછેડા વિના બીજા લગ્ન કરે તો તે માન્ય ગણાય નહિ. બીજી પત્નીને તેની સંપત્તિમાં કોઈ ભાગ નહિ મળે અને પહેલી પત્નીના અધિકાર પર તેનાથી કોઈ અસર નહિ મળે. જો કે બીજા લગ્નથી બાળક થાય તો તેને અન્ય વારસદાર સાથે સંપત્તિમાં હિસ્સો મળશે.

જો લગ્ન બે ધર્મના લોકો વચ્ચે થાય તો મહિલાને પતિના ધર્મના પર્સનલ કાયદા અનુસાર વારસામાં હક મળે છે. કોઈ હિન્દુ મહિલા ધર્મ પરિવર્તન વિના મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરે તો તેને નિયમિત કે કાયદેસર નહિ માનવામાં આવે. આવામાં મહિલાને મેહર મળે પરંતુ પતિની સંપત્તિ પર હક ન મળે. પતિ ક્રિશ્ચન હોય તો પત્નીના ધર્મની વારસા પર હકમાં કોઈ અસર નહિ પડે. પતિના મોત પછી વિધવા અને બીજા વારસ ન હોય તો મહિલાને તેની સંપત્તિમાં 33 ટકા હિસ્સો મળશે, બીજા વારસદારોને 66 ટકા હિસ્સો મળે છે.

દીકરીઃ

દીકરીઓ સાથે ભેદભાવ દૂર કરવા માટે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો 1956માં વર્ષ 2005માં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેની કલમ 6 બદલી નાખી હતી. એનો અર્થ એ કે પુત્રીને પિતાની સંપત્તિમાં પુત્ર સમાન હક મળશે. વર્ષ 2005 પહેલા ફક્ત પુત્રને પિતાની સંપત્તિમાં હક મળતો હતો. અર્થાત હવે પિતાને દીકરીને સંપત્તિમાંથી બેદખલ કરવાનો અધિકાર નથી.

જો વસિયત બનાવ્યા વિના પિતાનું મોત થાય તો તેના બધા જ કાયદેસર વારસદારોનો સંપત્તિ પર સમાન અધિકાર બને છે. ક્લાસ 1 વારસદારોનો પહેલો અધિકાર હોય છે. તેમાં વિધવા, પુત્રીઓ અને પુત્રનો સમાવેશ થાય છે. જો દીકરીનું મોત થઈ ગયું હોય તો તેના બાળકોને પ્રોપર્ટીમાં હક મળે છે. વર્ષ 2005 પહેલા દીકરીઓને ફક્ત હિન્દુ યુનાઈટેડ ફેમિલીનો હિસ્સો માનવામાં આવતી હતી, કાયદાકીય વારસદાર નહિ. દીકરીના લગ્ન થાય પછી તેને હિન્દુ યુનાઈટેડ ફેમિલીનો હિસ્સો માનવામાં આવતી નહતી.

આ ફેરફાર પછી હવે દીકરીને પિતાની સંપત્તિ પર અધિકાર છે. પિતાની સંપત્તિ પર જેવો દીકરાનો અધિકાર છે એવો જ દીકરીનો પણ અધિકાર છે. એટલે દીકરીની જન્મ તારીખથી કોઈ ફરક નહિ પડે. પણ સંપત્તિ પર દીકરીના દાવા માટે પિતા 9 સપ્ટેમ્બર 2005 સુધી જીવિત હોય તે જરૂરી છે. જો તેમનું મોત 2005 પહેલા થઈ ગયુ હોય તો તેને પૈતૃક કે પિતા દ્વારા ખરીદાયેલી સંપત્તિમાં કોઈ ભાગ નહિ મળે. આ સંજોગોમાં પિતાની સંપત્તિને વસિયત મુજબ આંકવામાં આવશે.

માતા અને બહેનઃ

માતા ક્લાસ 1 વારસદારમાં આવે છે. પુત્રનું મૃત્યુ થઇ ગયું હોય તો તેની સંપત્તિ પર બીજા વારસદાર સાથે સાથે માતાનો પણ સરખો જ હિસ્સો હોય છે. તદઉપરાંત વિધવા માતા પુત્ર પાસે ભરણપોષણ મેળવવાની હકદાર છે પરંતુ તે પુત્ર પર આશ્રિત ન હોવી જોઈએ. ભાઈના મૃત્યુ બાદ બહેન ક્લાસ 2 વારસદારમાં ગણાય છે. ભાઈની સંપત્તિ માટે ક્લાસ 1 અધિકારી ન હોય અને પિતાનું પણ પહેલા જ મોત થઈ ગયુ હોય તો બહેનને વારસામાં પ્રોપર્ટી મળે છે.

સંપત્તિમાં અધિકાર ન મળે તો શું કરવું જોઈએ?

જો મહિલાને પિતાની સંપત્તિમાં હક ન મળે તો તે લીગલ નોટિસનો આશ્રય લઈ શકે છે. મહિલા તેને હકથી વંચિત રાખનાર વ્યક્તિને નોટિસ મોકલી શકે છે. તો પણ જો સામી પાર્ટી નમતુ ન જોખે તો તે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે. તે બીજા વારસો પાસેથી કબ્જો કરેલી સંપત્તિમાં ભાગ માંગી શકે છે. જો સંપત્તિનુ વિભાજન શક્ય ન હોય તો કોર્ટ મહિલાને તેનો હિસ્સો અપાવવા માટે સંપત્તિની નીલામી કરી શકે છે.

કેસની સુનવણી દરમિયાન સંપત્તિ વેચાય નહિ તેની ખાતરી કરવા માટે તે કોર્ટ પર તેના વેચાણ પર રોક લગાવવાના આદેશની માંગ કરી શકે છે. જો સુનવણી પહેલા સંપત્તિને સહમતિ વિના વેચી દેવાય તો તે ખરીદનારને એક પક્ષ બનાવી કેસમાં શામેલ કરી શકે છે. સુનવણી દરમિયાન આવુ થાય તો તે કોર્ટને ખરીદનારને પાર્ટી બનાવવાનો આગ્રહ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *