ગીર (Gir)કાંઠાના લોકોને અવાર-નવાર સિંહ(lion) – દીપડા(Panther) જેવા હિંસક પ્રાણીઓ (Animals)નો સામનો કરવો જ પડતો હોય છે. જેથી ત્યાના ખેડૂતો પોતાના માલધોર માટે સિંહ- દીપડા જેવા હિંસક પ્રાણીઓ સાથે પણ બાથ ભીડી લેશે. હાલ આવી જ એક ઘટના ધારી તાલુકાના જળજીવડી ગામમાંથી સામે આવી છે. અહીં, ગઈ મધરાત્રે એક ખેડૂતના ઘરમાં દીપડો ઘુસી આવ્યો હતો અને પાડીનું મારણ કરતો હતો. આ દરમિયાન ખેડૂત તેને જોઈ ગયો હતો, જેથી દીપડાએ ખેડૂત પર પણ હુમલો કરી દીધો હતો. પરંતુ, ખેડૂતે પણ હિમત હાર્યા વિના બહાદુરી પૂર્વક હિંસક દીપડાનો સામનો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ધારી તાલુકાના જળજીવડી ગામે ગઈ મધરાત્રે આ બનાવ બન્યો હતો. જ્યા ગૌતમભાઈ ફીણવીયા રાત્રીના સમયે પોતાના બે વર્ષના પુત્ર સાથે ઓસરીમાં સુતા હતા. જ્યારે તેના પીતા પ્રેમજીભાઈ ઘરના ફળીયામાં ખુલ્લામાં સુતા હતા. આ દરમિયાન મધરાત્રે એક દીપડો દિવાલ કુદીને ઘરની અંદર ઘુસી આવ્યો હતો. આ પછી તે સીધ્ધો જ ઢોરના ફરજામાં ગયો હતો અને દીપડાએ અહી બાંધેલી પાડી પર હુમલો કર્યો હતો. જેથી અવાજ થવાને કારણે ફળીયામાં સુતેલા પ્રેમજીભાઈ જાગી ગયા હતા.
જાગ્યા બાદ તેમણે જોયું કે ફરજામાં દીપડો પાડી પર હુમલો કરી રહ્યો છે. તેથી તેમણે હાંકલા પડકારા કર્યા હતા. જેને પગલે દીપડો સીધ્ધો જ ઓસરીમાં ધસી ગયો હતો અને અહી સુતેલા ગૌતમભાઈ પર હુમલો કરી દીધો હતો. જો કે ગૌતમભાઈએ બહાદુરી પૂર્વક હિંસક દીપડાનો સામનો કર્યો હતો. પરંતુ થોડી ઈજા ગૌતમભાઈને પહોચી હતી. જેથી તેને ઘાયલ કરી દીપડો ફરી ફરજામાં જઈને લપાઈ ગયો હતો.
દીપડા સાથેની બથાભીડીમાં ગૌતમભાઈને ઈજા પહોચી હતી, જેથી તેમને સારવાર માટે ધારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા . બીજી તરફ ઘટનાની જાણ થતા વન વિભાગની રેશ્ક્યુ ટીમ અહી દોડી આવી હતી. અને ફરજામાં સુપાયેલા દીપડાને ત્રણ કલાકની લાંબી જહેમત બાદ પાંજરે પુર્યો હતો.
આ ઘટના દરમિયાન ગામમાં ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. આ એક જ નહિ, આવી અનેક ઘટનાઓ અહીંથી સામે આવતી જ રહે છે. જાણવા મળ્યું છે કે, ચાર વર્ષમાં 108 વાર દીપડાની હુમલાની ઘટનાઓ સામે આવી છે. તેમજ છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં દીપડાઓએ 14 લોકોને ફાડી ખાધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.