થરાદનાં ચારડા ગામે ખેતરમાં રહેતી મહિલાને પ્રેમમાં આડખીલી બની રહેલાં દોઢ વર્ષીય માસૂમને પ્રેમી સાથે મળી ગળે ટૂંપો આપી મારી નાંખતા પંથકમાં અરેરાટી પ્રસરી છે. વાવ તાલુકાનાં બુકણા ગામનાં ભરતભાઇ નાગજીભાઇ ઠાકોર અત્યારે થરાદનાં ચારડા ગામનાં અમરસિંહ દરબારનાં ખેતરમાં મજૂર તરીકે પત્ની મંજુલાબેન તેમજ દોઢ વર્ષનાં પુત્ર રવિ ઉર્ફે સંદીપની સાથે રહેતાં હતાં. 24 ઓક્ટોબરનાં રોજ બપોરે ચારડા થી વતન બુકણા ખાતે માતાજીનાં નૈવેધ માટે ગયા હતા.
ત્યાંથી બીજા દિવસે પેસેન્જર ગાડીમાં વાવનાં નવા બસસ્ટેશને આવ્યા હતા તે સમયે મંજૂલાબેને સંદીપને વાળ કપાવવાનું કહેતાં પતિ વાળંદની દુકાને લઇ ગયો હતો. પરંતુ બાળકે વાળ કપાવવાની ના કહેતા પરત આવતાં લગભગ સવારે 9:30 કલાકે તેણી લઘુશંકા કરવાનું કહીને બાથરૂમ તરફ ગઇ હતી. તે સમયે થરાદ તાલુકાનાં ભોરડુ ગામનો ઉદાભાઇ અમીચંદભાઇ માજીરાણા ત્યાં જ ઉભેલો હતો. તેની બાઈકની પાછળ મંજૂલાબેન પોતાનાં દોઢ વર્ષનાં પુત્રને લઇને બેસી ગઇ હતી. ઉદાએ બાઈક ભગાવતાં ભરતભાઇએ બુમો પાડી અને પાછળ પણ દોડયા હતા.
પણ પકડી શકતાં નહી ત્યાંથી ચારડા ગામ આવીને પોતાનાં ખેતરની પાસે રહેતા સસરા ભુરાભાઇને બધી વાત કહી હતી. જેથી ભુરાભાઈ તેમનાં કુટુંબીઓની સાથે મળીને મંજૂલાબેનની શોધખોળ કરવા નીકળ્યા હતા. ગઈ તારીખ ર૭ ઓક્ટોબરનાં રોજ સાંજનાં 5:30 કલાકે સુમારે જેતડા ગામેથી ભુદરાભાઇ રાજપુતનાં માતાજીવાળા ખેતરેથી પકડીને લાવ્યા હતા. જો કે મંજૂલાબેને પોતાની સાથે રહેલા પુત્રને વિંટાળેલો જ ઘરમાં સુવડાવતાં પિતા ભરતભાઇએ તેને જોતાં તે મૃત હાલતમાં હતો તેમજ તેના પુત્રની જીભ પણ બહાર નિકળેલી હતી તેમજ ગળાનાં ભાગ પર વાગેલાનું નિશાન પણ હતું.
જેથી તેણે પોતાની પત્નીને પૂછ્યું તેની પત્નીએ કહ્યું હતું કે, તે ઉદાની સાથે ભુદરભાઇ રાજપુતનાં ઘરમાં હતી. ત્યારે રવિ ઉર્ફે સંદીપ 11 વાગ્યે બહુ રડતો હતો ત્યાં આવજા કરતાં માણસો તેમને બન્ને જોઇ જાય તેમ હતા અને બંને પકડાઇ જવાનો ભય હતો. આથી તેણીએ સંદીપનું મોઢું દાબી દીધું હતું તેમજ ઉદાએ ડાબા હાથ વડે તેનું ગળું દબાવીને મારી નાખ્યો હતો. બીજી બાજુ દરેક લેવા આવ્યા તે સમયે બીકનાં લીધે કોઇને વાત કરી ન હતી. જેથી પતિએ તેના માસુમ પુત્રનો મૃતદેહ થરાદની સરકારી હોસ્પિટલમાં લઇ ગયો હતો. તેમજ કાયદેસરની કામગીરી માટે થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બન્ને વિરુદ્ધ હત્યા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી વધારે કાર્યવાહી ચાલુ કરી હતી. આ બનાવને લઇને થરાદ તેમજ વાવ પંથકમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle