બોટાદના રાજપૂત ચોરા, જુના સ્વામિનારાયણ મંદિર સામે રહેતા વૈશાલીબેન પાટડીયાએ ગત તા.૮ જૂન,૨૦૨૦ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનના પી.આઇ.ને સંબોધીને એક અરજી આપી હતી. જેમાં કથાકાર મોરારિબાપુએ મીડિયાના માધ્યમથી અરજદારના આરાધ્યદેવ શ્રી કૃષ્ણ અને શ્રી નિલકંઠવર્ણી (શ્રી સ્વામિનારાયણ) નું અપમાન કર્યાનો આક્ષેપ કર્યો હતો. રામાયણ કથાકાર મોરારિબાપુની ભગવાન શ્રી કૃષ્ણ અંગેના વિધાન સાથેની તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો કલીપ પ્રકરણે બોટાદના એક મહિલાએ બોટાદથી લઇ રાજયના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખી તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
અરજદારે અરજીમાં એવા પણ આક્ષેપ કર્યો હતો કે, દેશભરમાં કરોડો લોકો કૃષ્ણભક્તિ અને શ્રદ્ધાથી જીવન ગુજારે છે. જો કે, અરજીના એક માસ બાદ પણ બોટાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં અરજદારે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને ગત તા.૨૨ જુલાઇ, ૨૦૨૦ના રોજ પત્ર પાઠવી તેમની અરજી પરત્વે જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ત્યારે, તેમણે બહુધા વર્ગને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અરજદારે અરજીમાં ઉમેર્યું હતું કે, મોરારિબાપુ વારંવાર આવું કૃત્ય જાહેરમાં કરી પછી માફી માંગે છે. તેમને આ દેશના કાયદાનું જ્ઞાાન નથી. અરજદારે અરજીમાં મોરારિબાપુ સામે આઇપીસી કલમ અન્વયે કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ અરજી સાથે અરજદારે મોરારીબાપુની વીડિયો કલીપની યુ.આર.એલ.પણ સાથે જોડી હોવાનો દાવો કર્યો હતો.
પોલીસે ફરિયાદ ન લઇ પૂરાવાની માંગ કરતાં ઉચ્ચકક્ષાએ કરાઇ રજૂઆત
મહિનો વીતવા છતાં બોટાદ પોલીસ દ્વારા પોલીસ ફ્રિયાદ લેવામાં ન આવતા અને પુરાવાની માંગણી કરતા તમામ પુરાવા આપવા છતાંય અમારી પોલીસ ફ્રિયાદ લેવામાં ન આવી હતી અંતે ગત પોલીસ મહાનિરીક્ષક ગુજરાત ગાંધીનગરને મારોરીબાપુ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છેે. કથાકાર મોરારિબાપુ દ્વારા અમારા આરાધ્ય દેવ શ્રીકૃષ્ણ અને શ્રીનીલકંઠવર્ણી વિષે અભદ્ર ટિપ્પણી કરવા બાબતે બોટાદ પોલીસ મથકમાં અરજી આપી મોરારીબાપુ સામે ગુનો દાખલ કરવા રજૂઆત કરાઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.