આપણા દેશમાં ઘણા મંદિરો (Temple) છે જેની માન્યતાઓ ઘણી અલગ છે. આ લેખમાં આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં ભક્તોને પ્રસાદ તરીકે આભૂષણો મળે છે. આ મંદિરમાં આવનારા ભક્તો સોના અને ચાંદીના સિક્કા લઈને ઘરે જાય છે.
ભારત દેશ સેકંડો અદ્ભુત મંદિરોથી ભરેલો છે. અહીં એવા ઘણા ચમત્કારી ધાર્મિક સ્થળો છે, જેનાથી જોડાયેલા રહસ્યો હજુ પણ વણઉકેલ્યા છે. આપણા દેશમાં આવા ઘણા મંદિરો છે જેની માન્યતાઓ ઘણી અલગ છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ભક્તો કોઈ મંદિરમાં જઈને તેમની મન્નત માંગે છે અને તે પૂર્ણ થયા બાદ મંદિરમાં જઈને પ્રસાદ ચઢાવે છે, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવું મંદિર છે જ્યાં ભક્તોને પ્રસાદ તરીકે આભૂષણો મળે છે. આ મંદિરમાં આવનારા ભક્તો સોના અને ચાંદીના સિક્કા લઈને ઘરે જાય છે.
અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના રતલામમાં આવેલા અનોખા મહાલક્ષ્મી મંદિરની, મા મહાલક્ષ્મીના આ મંદિરમાં વર્ષભર સેકંડો ભક્તોની ભીડ રહે છે. ભક્તો અહીં આવે છે અને માતાના ચરણોમાં કરોડો રૂપિયાના ઝવેરાત અને રોકડ અર્પણ કરે છે. દેશનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ભક્તો દિવાળી પહેલા ઘરેણાં અને રોકડ અર્પણ કરે છે. કેટલાક નોટોના બંડલ તો કેટલાક સોના-ચાંદીના ઘરેણાં. આ મંદિર કુબેરના ખજાના તરીકે પ્રખ્યાત છે.
ભક્તોને પ્રસાદમાં મળે છે ઘરેણાં
દીપાવલી નિમિત્તે આ મંદિરમાં ધનતેરસથી પાંચ દિવસ સુધી દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન મંદિરને ફૂલોથી નહીં પરંતુ ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા આભૂષણો અને પૈસાથી શણગારવામાં આવે છે.આ મંદિર વિશે કહેવાય છે કે ધનતેરસ પર મહિલા ભક્તોને કુબેરનું પોટલું આપવામાં આવે છે. અહીં આવનાર કોઈપણ ભક્ત ખાલી હાથે પાછો જતો નથી.
આ મંદિર વિશે એવી માન્યતા છે કે, ધનતેરસથી દિવાળી સુધી માતા મહાલક્ષ્મીના ચરણોમાં અને તેમના દરબારમાં જે પણ ચઢાવવામાં આવે છે તે અનેકગણો વધી જાય છે. આ જ કારણ છે કે ભક્તો પોતાનું સોનું અને ચાંદી લઈને માતાના ચરણોમાં અર્પણ કરે છે. આમ કરવાથી આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહે છે. એક અઠવાડિયા પછી, તેમનું સોનું અને ચાંદી ભક્તોને પરત કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.