સુરતમાં ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો થયો પર્દાફાશ -જાણો વિગતવાર

રાજ્યમાં અવાર નવાર હ્યુમન ટ્રાફિકિંગની ઘટનાઓ સામે આવતી રહે છે, એવામાં આજે સુરતમાંથી ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગ સામે આવ્યું છે. જેમાં પોલીસે બાંગ્લાદેશની બાળકી અને યુવતીને…

રાજ્યમાં અવાર નવાર હ્યુમન ટ્રાફિકિંગની ઘટનાઓ સામે આવતી રહે છે, એવામાં આજે સુરતમાંથી ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગ સામે આવ્યું છે. જેમાં પોલીસે બાંગ્લાદેશની બાળકી અને યુવતીને મુક્ત કરાવી છે. આ ઘટનામાં સુરતના સ્પામાં બંધ કરી રાખી દેહવેપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. બાંગ્લાદેશ પોલીસે સુરત પોલીસને યોગ્ય ઈનપુટ આપતા મોટી સફળતા મળી હતી. જેમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.

આ ઘટનામાં પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતમાં ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે, જેમાં બાંગ્લાદેશથી અપહરણ કરાયેલી એક બાળકી અને યુવતીને સુરત પોલીસે શોધી કાઢીને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે. પોલીસને બાતમી  મળી હતી કે સુરતના સ્પામાં ગોંધી રાખીને બહારથી કસ્ટમર્સ બોલાવીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

આ ઘટના બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. બાંગ્લાદેશ પોલીસે યુવતી અને બાળકી સુરતમાં હોવાના ઇનપુટ સુરત પોલીસને આપ્યા હતા. ત્યારબાદ મોટી કાર્યવાહી કરતા સમગ્ર ઘટના સામે આવી છે. સુરત પોલીસે બન્ને યુવતીઓને શોધીને છોડાવી છે. આ ઘટનામાં સુરત પોલીસે બાળકીને ગોંધી રાખી દેહ વેપાર કરાવનાર ત્રણ આરોપીને પણ પકડી’ પાડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *