મધરાત્રે હાઈવે પર બંધ પડેલ ટ્રકની પાછળ મોટરસાયકલ ઘૂસી જતાં સર્જાયો જીવલેણ અકસ્માત

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જે રહ્યો છે. રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ભયંકર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના ખેડા જીલ્લામાંથી સામે આવી છે. ગત મધરાતે જીલ્લામાં આવેલ ગુતાલ નજીકના બ્રીજ પર બંધ ટ્રકની પાછળ મોટરસાયકલ ઘૂસી જતાં ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

આ ઘટના અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદ નજીકથી પસાર થઈ રહેલ હાઈવે નં. 48 પર ગત મધરાત્રે એક ગંભીર અકસ્માત સર્જાતા યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે.

નડિયાદના ગુતાલ પાસેના હાઈવે પરથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક નં.GJ 12 Y 9850નું અચાનક ડિઝલ પુરુ થઈ જતાં ચાલકે ટ્રકને અહીંના બ્રીજ પર સાઈડમાં ઉભી રાખી હતી. પાર્કીંગ લાઈટ ચાલુ કરીને ટ્રક ચાલક વાહનને આગળ તેમજ પાછળના ભાગ પર નિશાની કરવા જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પુરપાટે આવી રહેલ મોટર સાયકલ નં.GJ 07 CK 0624ના ચાલક ઉપરોક્ત બંધ ટ્રકના પાછળના ભાગે જોરથી અથડાયો હતો.

અકસ્માતની આ ઘટનામાં બાઈક ચાલક જોસેફ ક્રિશ્ચિયનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આની ઉપરોક્ત ટ્રક ચાલકે આ અંગે એમ્બ્યુલન્સનો સંપર્ક કરતાં ટીમ ઘટનાસ્થળ પહોંચી ગઈ હતી. જ્યાં તપાસ કરતાં બાઈક ચાલક જોસેફનું કરુણ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ અંગે ટ્રક ચાલક રમેશ યાદવની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફેટલ અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *