‘કિંગ્સ ઈલેવન પંજાબ’ ટીમને આઈપીએલ 2020ની શરૂઆતમાં કંઈ ખાસ સફળતા મળી ન હતી. પરંતુ છેલ્લી ચાર મેચમાં ટીમે જે રીતે સતત 4 જીત મેળવી છે, તે પ્રશંસનીય છે. શનિવારે પંજાબની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના રોમાંચક મુકાબલામાં 12 રનથી હૈદરાબાદને માત આપી હતી અને પંજાબે પોઈન્ટસ ટેબલમાં 5મુ સ્થાન મેળવ્યું હતું.
આ જીત બાદ પંજાબના પ્લેયર્સ બહુ જ ઉત્સાહિત હતા. ત્યારે ટીમની માલકીન પ્રીતિ ઝિંટાની ખુશીમાં પણ ચાર ચાંદ લાગી ગયા હતા. જીત બાદ પ્રીતિએ મેદાન તરફ નજર ફેરવીને કોઈને ફ્લાઈંગ કિસ આપી હતી. આ મોમેન્ટને તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે.
So excited I cannot sleep पर कोई गल नही ❤️ सद्दा पंजाब जित गया ? Hope we did not give too many heart attacks 2 R fans ?? Tonight’s a great lesson on never giving up & fighting till the End? @lionsdenkxip @IPL #ipl2020 #Saddapunjab #Dream11 #Jeet #Ting ? #SRHvsKXIP https://t.co/nHth6vSkuh
— Preity G Zinta (@realpreityzinta) October 24, 2020
પ્રીતિ ઝિંટાની ફ્લાઈંગ કિસ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં ખુબ ચાલી રહી છે. ટીમની ચાર જીતથી પ્રીતિ ઝિંટા હાલ ફુલ ફોર્મમાં ચાલી રહી છે. પ્રીતિએ ટ્વિટર પર લખ્યું હતું કે, હુ આજે એટલી બધી ઉત્સાહિત છું, કે આજે મને ઊંઘ નહિ આવી શકે.
હું આશા રાખું છું કે, અમે હવે અમારા ફેન્સને કોઈ ઝટકો નહિ આપીએ. આજે આપણને બધાને શીખ મળી છે કે, આપણે અંતિમ પળ સુધી પણ હાર માનવી ન જોઈએ. અને અંત સુધી લડાઈ ચાલુ રાખવી જ જોઈએ. સાથે જ પ્રીતિએ આ જીતની ક્રેડિટ પોતાની ટીમના સભ્યોને પણ આપી છે.
Tonight’s Victory belongs 2 R incredible bowlers?What a performance? So proud of @CJordan @MdShammi @Arshdeepsinghh @Ravi_bishnoi9 @AshwinMurugan8 & the amazing @mandeeps12 Way to go boys?Great Captaincy by @klrahul11 @lionsdenkxip #Saddapunjab #Victory #Ting #KXIPvSRH pic.twitter.com/OVla3kVYjP
— Preity G Zinta (@realpreityzinta) October 24, 2020
જેમાં ક્રિસ જોર્ડન, મોહંમદ શમી, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અશ્વિન મુરુગન અને મનદીપ સિંહ, કે રાહુલ પણ સામેલ છે. સાથે જ પ્રીતિએ કેએલ રાહુલની કેપ્ટનશિપના પણ વખાણ કર્યાં હતા. પ્રીતિ ઝિંટાની આ ખુશીમાં તેમના ફેન્સ પણ સામેલ થયા હતા. ફેન્સે ટ્વિટર પર પ્રીતિને જીતના અભિનંદન પણ આપ્યા હતા. ફેન્સ અલગ અલગ અંદાજમાં ખુશી વ્યક્ત કરી રહ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle