ટીમ ઈન્ડિયામાંથી તો કપાઈ ચુક્યું છે આ દિગ્ગજ ખેલાડીનું પત્તું, હવે IPL કારકિર્દી પણ ખતમ થવાના આરે

રમત-ગમત(Sport): ભારતીય ટીમ(Indian team)નો એક ખેલાડી ક્રિકેટ(Cricket)માં લાંબા સમયથી ફ્લોપ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ ખેલાડીની કારકિર્દી 31 વર્ષની ઉંમરે સમાપ્ત થવાની આરે છે. મનીષ પાંડે(Manish Pandey) લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ઘણી વખત તેને તક આપવામાં આવી છે, પરંતુ તે દરેક વખતે ફ્લોપ સાબિત થયો છે. બુધવારે દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals) સામે રમાયેલી IPL મેચમાં મનીષ પાંડે 17 રને આઉટ થયો હતો.

મનીષ પાંડેનું પત્તું ટીમ ઇન્ડિયામાંથી પહેલા જ કાપી નાખવામાં આવ્યું છે અને હવે આ ખેલાડીની IPL માં કારકિર્દી પણ ખતમ થવાની આરે છે. શ્રીલંકાના તાજેતરના પ્રવાસ પર મનીષ પાંડે પાસે મોટી તક હતી, પરંતુ ફરી એક વખત તે નિષ્ફળ ગયો. મનીષ પાંડે IPL 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે નબળી કડી સાબિત થઇ રહ્યો છે. મનીષ પાંડેની ફ્લોપ બેટિંગને કારણે સમગ્ર મિડલ ઓર્ડર બગડી જાય છે, જેના કારણે ટીમને ભારે નુકસાન વેઠવું પડે છે. આ ખેલાડીને એક સમયે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવતું હતું, પરંતુ તેનું બેટ મોટે ભાગે શાંત રહ્યું હતું. આવી સ્થિતિમાં તેના માટે ટીમ ઇન્ડિયામાં તક મળવી મુશ્કેલ છે. હવે એવું લાગે છે કે, સનરાઇઝર્સની ટીમ તેમના ખરાબ પ્રદર્શન બાદ તેમને વધુ તક આપવાની નથી.

મનીષ પાંડે શ્રીલંકા પ્રવાસ પર ફ્લોપ રહ્યો હતો:
મનીષ પાંડેને શ્રીલંકા સામેની ત્રણેય વનડેમાં તક આપવામાં આવી હતી, પરંતુ તેમાં પણ તે ફ્લોપ સાબિત થયો હતો. તે ત્રણેય મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ મેચમાં 26 રન, મનીષે બીજી વનડેમાં 37 રન બનાવ્યા હતા, જ્યારે ત્રીજી વનડેમાં 19 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતા. તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે, તેને જોતા તો એવું લાગી રહ્યું છે કે, તેની કારકિર્દીનો અંત આવી રહ્યો છે.

શું મનીષ પાંડેની કારકિર્દીનો આવશે અંત?
મનીષ પાંડેએ ટીમ ઇન્ડિયા માટે શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે વર્ષ 2015 માં ઝિમ્બાબ્વે સામે 86 બોલમાં 71 રન બનાવ્યા હતા. આ પછી, બીજા જ વર્ષે તેણે સિડનીમાં 81 બોલમાં 104 રન બનાવ્યા અને ટીમની જીત સુનિશ્ચિત કરી. પરંતુ તે પછી તે ટીમ ઇન્ડિયાની અંદર અને બહાર જતો રહ્યો. ઈજાએ તેની પાસેથી ઘણી મોટી તકો પણ છીનવી લીધી. તે શાનદાર શરૂઆતને મોટી કારકિર્દીમાં બદલી શક્યો નહીં. આવી સ્થિતિમાં, એવું લાગતું હતું કે આ પોતાની જાતને સાબિત કરવાની તેની છેલ્લી તક હોઈ શકે છે, પરંતુ અહીં પણ તે ફ્લોપ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *