વિરાટ કોહલીની જગ્યાએ આ 3 ખેલાડીઓ બની શકે છે RCB ના કેપ્ટન- નામ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

રમત-ગમત(Sport): ભારતની ટી-20 કેપ્ટનશીપ છોડવાની જાહેરાત બાદ વિરાટ કોહલી(Virat Kohli)એ તેના બીજા મોટા નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. કોહલીએ હવે IPL માં RCB ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. આ આઈપીએલ(IPL) સીઝન બાદ વિરાટ કોહલી RCBની કેપ્ટનશીપ પણ છોડી દેશે. તમને જણાવી દઈએ કે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીએ એક અઠવાડિયાની અંદર બે ટીમોની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. ગયા અઠવાડિયે, વિરાટે જાહેરાત કરી હતી કે તે ટી-20 વર્લ્ડ કપ 2021 પછી ભારતીય ટી-20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપશે અને 19 સપ્ટેમ્બર (રવિવારે) તેણે આઈપીએલ 2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની કેપ્ટનશીપમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

3 ખેલાડીઓ RCB ના કેપ્ટન બની શકે છે:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, 2021 ની IPL તેની કેપ્ટન તરીકેની છેલ્લી સીઝન હશે. વિરાટ કોહલી 7 વર્ષથી RCB નો કેપ્ટન છે, પરંતુ તેની કેપ્ટનશીપમાં આ ફ્રેન્ચાઇઝી ટીમે IPL નું એક પણ ટાઇટલ જીત્યું નથી. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ 3 ખેલાડીઓ એવા છે જે RCB ના કેપ્ટન બની શકે છે.

એબી ડી વિલિયર્સ RCB ના કેપ્ટન બની શકે છે:
વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સ(AB de Villiers ) આગામી સીઝનમાં RCBના કેપ્ટન બની શકે છે. એબી ડી વિલિયર્સ હવે 37 વર્ષનો છે, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગ જોઈને તે 27 વર્ષનો લાગે છે. એબી ડી વિલિયર્સે તેમની કેપ્ટનશિપ હેઠળ દક્ષિણ આફ્રિકાને 2015 ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ આપ્યો હતો. વિરાટ કોહલી બાદ એબી ડી વિલિયર્સ RCB ને વધુ સારી રીતે કેપ્ટન કરી શકે છે.

ગ્લેન મેક્સવેલ RCB ના કેપ્ટન બની શકે છે:
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ(Glenn Maxwell)ને આ વર્ષે RCB ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેથી ડી વિલિયર્સ સાથે અન્ય વિસ્ફોટક બેટ્સમેન રાખીને ટીમને મજબૂત કરી શકાય. ગ્લેન મેક્સવેલ અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. ગ્લેન મેક્સવેલને બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સની કેપ્ટનશીપ કરવાનો અનુભવ પણ છે. મેક્સવેલે આ આઈપીએલ સીઝનમાં RCB માટે 144.8 ની પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટથી 223 રન બનાવ્યા છે.

દેવદત્ત પડિક્કલ RCB ના કેપ્ટન બની શકે છે:
RCB ના યુવા બેટ્સમેન દેવદત્ત પડિકલ(Devdutt Padikkal) પણ કેપ્ટન્સીની રેસમાં છે. RCBના ઓપનર દેવદત્ત પડિકલનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. આરસીબી દેવદત્ત પડિકલને મોટી જવાબદારી આપી શકે છે. આરસીબી મેનેજમેન્ટ દેવદત્ત પડિકલ પર પણ દાવ લગાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *