2022માં ભારત કે UAEમાં નહીં પરંતુ આ દેશમાં યોજાશે IPL ટૂર્નામેન્ટ

Published on: 6:24 pm, Thu, 13 January 22

દક્ષિણ આફ્રિકા(South Africa) IPL 2022 સીઝનની યજમાની કરી શકે છે. ગુરુવારે એક અખબારના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભારતમાં કોરોનાવાયરસ(Coronavirus) મહામારીની ત્રીજી લહેર(third wave) એપ્રિલની શરૂઆતમાં સમાપ્ત નહીં થાય, તો શ્રીલંકા(Sri Lanka)ને પણ વૈકલ્પિક સ્થળ તરીકે રાખવામાં આવશે.

ગયા વર્ષે પણ IPL શિફ્ટ કરવામાં આવી હતી:
2021 માં, કોવિડ-19 (COVID-19) ને કારણે ટીમોમાં કોરોના ચેપના કેસોને કારણે ભારતમાં IPLની 14મી સિઝન 4 મે પછી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ બાકીની ટુર્નામેન્ટ યુએઈમાં રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 ઓક્ટોબરે દુબઈમાં ફાઇનલમાં જીત મેળવી હતી.

યુએઈમાં ટૂર્નામેન્ટ કેમ નહીં યોજાય?
બીસીસીઆઈના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “અમે હંમેશા યુએઈ પર નિર્ભર નથી રહી શકતા, તેથી અમે વધુ વિકલ્પો શોધવાનું નક્કી કર્યું છે, દક્ષિણ આફ્રિકાનો સમય તફાવત પણ ખેલાડીઓ માટે સારો છે.”

દક્ષિણ આફ્રિકા બીજી વખત યજમાન બનશે?
લખનૌ અને અમદાવાદમાં બે નવી આઈપીએલ ટીમોના ઉમેરા સાથે, આઈપીએલની 2022 આવૃત્તિ ઘણી લાંબી હશે. જો આમ થશે તો દક્ષિણ આફ્રિકા બીજી વખત IPLની યજમાની કરશે. અગાઉ, ભારતમાં સામાન્ય ચૂંટણીઓને કારણે 2009ની સીઝન ત્યાં ખસેડવામાં આવી હતી.

શા માટે SA પ્રથમ પસંદગી છે?
દક્ષિણ આફ્રિકાને પસંદ કરવાનું કારણ એ પણ છે કે હાલમાં તેઓએ દેશમાં 3 મેચની ટેસ્ટ શ્રેણીની સાથે ODI શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમને સારી હોટલ અને રિસોર્ટ આપ્યા છે, જ્યાં તેઓ બાયો-બબલનો ઉપયોગ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati coronavirus, IPL 2022, South Africa, Sri Lanka, third wave