IPL- એકસમયે જે ખેલાડીની ટીમ માંથી હકાલપટ્ટી થઇ, આત્મસન્માન ગુમાવવું પડ્યું આજે એ જ ખેલાડીએ આપ્યો દરેકને મુતોડ જવાબ

IPL (Indian Premier League) ની 15મી સીઝનની 19મી મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ટીમ વચ્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં (Brabourne Stadium) રમાઈ હતી, જ્યાં દિલ્હીની ટીમ જીતના પાટા પર પરત ફરી હતી.ઋષભ પંતના (Rishabh Pant) વડપણ હેઠળ ટીમે કોલકત્તા નાઈટ રાઈડર્સને 44 રનથી હરાવીને આ સીઝનની બીજી જીત મેળવી લીધી છે.કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે જીત મેળવ્યા બાદ દિલ્હી કેપિટલ્સ 4 પોઈન્ટ્સ મેળવીને ક્રમાંક 6 પર આવી ગઈ છે.

IPL ની 15મી સીઝનની 19મી મેચમાં (Match) દિલ્હી કેપિટલ્સની ટીમે આ IPL ની સિઝનનો સર્વોચ્ચ સ્કોર (Highest score) બનાવ્યો અને 5 વિકેટના નુકસાન (Lose) પર 215 રન બનાવ્યા. 216 રનનો પીછો કરતી વખતે, KKR ટીમે 12મી ઓવર સુધી મેચ પોતાની તરફ રોકી રાખી હતી, પરંતુ કુલદીપ યાદવે પછીની ઓવરોમાં મેચનો પલટો ફેરવી નાખ્યો હતો અને KKR ટીમ 19.4 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

IPL ની 15મી સીઝનની 19મી મેચમાં શ્રેયશ ઐયરે (Shreyash Aiyar) પોતાની જૂની ટીમ સામે 54 રન બનાવીને આ સીઝનની પેહલી અર્ધસદી (Half century) નોંધાવી હતી. તો બીજી તરફ કુલદીપ યાદવે (Kuldeep Yadav) પણ પોતાની બોલિંગ વડે તરખાટ મચાવી દીધો હતો. અને કોલકાતા નાઈટ રાઈડર્સના  વિજયરથને આગળ વધતા અટકાવી દીધો હતો. જણાવી દઈએ તમને કે છેલ્લી 2 સિઝનથી તે કોલકત્તા નાઈટ રાઈડર્સ કેમ્પ સાથે સંકળાયેલા હતા. પરંતુ આ IPL ની 15મી સીઝનમાં KKR દ્વારા તેમને પોતાની ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

IPL ની 15મી સીઝન દરમિયાન એક ટીવી ઈન્ટરવ્યુંમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે (Mohammed Kaif) કરેલા ખુલાસાએ સૌંને ચોકાવી દીધા હતા તેમણે કહ્યું હતું કે,કોલકાતા નાઈટ રાઈડર્સના ટીમ મેનેજમેન્ટે ગત IPL માં કુલદીપ યાદવને ઘરે બેસવા માટે મજબૂર કર્યા હતા. ઘણી મેચોમાં આ ખેલાડીને સ્ટેડિયમમાં પણ લઈ જવામાં આવ્યા ન હતા અને હોટલના રૂમમાં કે ઘરમાં ટીવી સામે બેસીને મેચ જોવાની ફરજ પડી હતી.

IPL ની 15મી સીઝનની 19મી મેચમાં 16મી ઓવરમાં કુલદીપ યાદવે એક જ ઓવરમાં 3 વિકેટ લઈને મેચને દિલ્હી કેપિટલ્સની જીત તરફે પૂરી રીતે પહોંચાડી દીધી હતી. કુલદીપે ઈનીંગની પોતાની છેલી ઓવરના ત્રીજા બોલ પર તેણે પહેલા પેટ કમિન્સ (Pat Cummins) ને  એલબીડબલ્યુ આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો, જ્યારે પાંચમા બોલ પર સુનીલ નારાયણ (Sunil Narayan) પોવેલના હાથે કેચ આઉટ થયો હતો.ઓવરના છેલ્લા બોલ પર કુલદીપ યાદવે ઉમેશ યાદવને તેના જ બોલ પર કેચ આઉટ કરીને ઇનિંગની ચોથી વિકેટ લીધી હતી.

IPL ની 15મી સીઝનની 19મી મેચમાં કુલદીપ પાસે હેટ્રિક લેવાની તક હતી પરંતુ ક્વોટા ઓવર થઈ જવાને કારણે તે હેટ્રિક મેળવી શક્યો ન હતો. KKR ના કેપ્ટન શ્રેયસ અય્યરને આઉટ કરીને કુલદીપ યાદવે પોતાની ટીમને મોટી સફળતા અપાવી હતી. કપ્તાન શ્રેયસ અય્યર અને નીતીશ રાણા (Nitish  )ખરાબ શરૂઆત બાદ શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. દિલ્હી કેપિટલ્સ સામ હાર્યા બાદ હવે KKR ને પોતાની ભૂલ સમજાઈ ગઈ હશે.

IPL ની કેટલીક સીઝન કુલદીપ યાદવ માટે દુઃસ્વપ્નથી ઓછી નહોતી. એક સમયે કોલકાતા નાઈટ રાઈડર્સના બેસ્ટ બોલર ગણાતા હતા પણ છેલ્લી કેટલીક સિઝનથી તેમને ટીમ દ્વારા એવોઈડ કરવામાં આવી રહ્યા હતા. પ્લેઈંગ ઈલેવનમાં વરુણ ચક્રવર્તીને પસંદ કરવામાં આવ્યો. ધીરે ધીરે તે ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર નીકળી રહ્યો હતો. ત્યાં પણ રમવાની બહુ ઓછી તકો હતી. આવી સ્થિતિમાં KKR એ તેને મેગા ઓક્શન પહેલા રિટેક પણ કર્યો નહી.

IPL ની 15મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા કુલદીપ યાદવના નામ પર મોહર લગાડવામાં આવી અને તેને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને આજે કુલદીપે તેની સ્પિનમાં KKRને એવી રીતે ડાન્સ કરાવ્યો કે KKR મેનેજમેન્ટને પોતાની ભૂલનો પસ્તાવો થતો હશે. કુલદીપની સ્પિનનો આ ચમત્કાર હતો કે કોલકાતાની ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અને દિલ્હીએ આ મેચ 44 રને જીતી લીધી હતી.

IPL ની વાત કરીએ તો કુલદીપ યાદવના પોતાના કરિયરના ગ્રાફની વાત કરીએ તો 2012થી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બેઠેલા કુલદીપ યાદવને અસલી ઓળખ KKR માં જ મળી હતી. જ્યારે 2014માં ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે ચાઈનામેનને તેના ડેબ્યૂ માટે બે વર્ષ લાંબી રાહ જોવી પડી હતી. કુલદીપ યાદવે 2016માં IPLની પ્રથમ મેચ રમી હતી. કુલદીપ માટે આઈપીએલની સર્વશ્રેષ્ઠ સિઝન 2018 રહી, જેમાં તેણે 17 વિકેટ લીધી. કુલદીપ, જે તેની કારકિર્દીમાં 49 માંથી 45 મેચમાં KKR તરફથી રમ્યો હતો, તેણે ટૂર્નામેન્ટમાં 50 વિકેટ લીધી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 4-20 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *