Ahmedabad weather forecast: ગુજરાતમાં ગરમી અને બફારા વચ્ચે વરસાદી માહોલ પણ જામ્યો છે અને ગઈકાલે IPL ફાઈનલ પણ સ્થગિત કરવામાં આવી હતી. કારણ કે, અમદાવાદમાં વરસાદ (Rain Forecast in Ahmedabad) બંધ થવાનું નામ જ નહોતો લઇ રહ્યો. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel Aagahi) ફરી એક વાર આગાહી કરતા કહ્યું છે કે, 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને ગુજરાતના ઘણા ભાગમાં વાવાઝોડાની અસર થઈ શકે છે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. જેને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદ (Ahmedabad weather forecast) થઇ શકે છે.
અમદાવાદમાં આજે ફરી વરસાદની આગાહી:
વાત કરવામાં આવે તો ગઈકાલે રાજ્યભરમાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. અમદાવાદમાં 2 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો અને તેમાં પણ મોટેરામાં સતત વરસાદ પડવાને કારણે અંતે રવિવારના દિવસે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ IPL ફાઈનલ માટે એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે એટલે કે આજે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ફાઈનલ રમાશે. પરંતુ આજે પણ અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે પણ રાજ્યના અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, આણંદ, વડોદરામાં પણ વરસાદ ખાબકી શકે છે.
ગુજરાત ટાઈટન્સ બની શકે છે ચેમ્પિયન:
મહત્વનું છે કે, અમદાવાદથી IPLની શરુઆત જે બે ટીમો વચ્ચે થઈ હતી તે બન્ને ટીમો વચ્ચે જ ફાઈનલનો મુકાબલો ગઈકાલે યોજાવાનો હતો. જોકે, વરસાદના કારણે મેચ જ ધોવાઈ ગઈ હતી. હવે આજ (સોમવાર)ના રિઝર્વ ડે પર મેચ યોજવામાં આવશે. પરંતુ જો આજે પણ ભારે વરસાદના કારણે મેચ ધોવાઈ જાય તો ગુજરાત બેઠા-બેઠા જ ચેમ્પિયન બની શકે છે.
આજની IPL ફાઈનલમાં સુપર ઓવર પણ થઇ શકે:
અત્રે ઉલ્લેખનીય છે કે, જો રિઝર્વ ડે પર પણ વરસાદ શરૂ થાય અને મેચ નિર્ધારિત ત્રણ કલાક અને 20 મિનિટ ઉપરાંત ઉમેરાયેલા બે કલાકમાં સમાપ્ત થઈ ન શકે, તો અમ્પાયર દ્વારા ફરીથી પીચનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો યોગ્ય જણાય તો, વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવર પણ કરવામાં આવી શકે છે. પરંતુ જો સુપર ઓવર પણ શક્ય ન હોય, તો IPL પોઇન્ટ ટેબલમાં સૌથી વધુ પોઈન્ટ મેળવનારી ટીમને એટલે કે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન જાહેર કરી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.