સતત ત્રણ મેચો હારવા છતાં MS ધોનીએ બનાવ્યા આ ચાર રેકોર્ડ, જાણો વિગતે

Published on: 6:14 pm, Sat, 3 October 20

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) ની 13 મી સીઝનમાં નિરાશાનો સમય ચાલી રહ્યો છે. શુક્રવારે ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સામે આઈપીએલ -2020 માં ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર થવા છતાં સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે ચાર અનોખા રેકોર્ડ બનાવ્યા છે.

6 વર્ષમાં પ્રથમ વખત સતત ત્રણ મેચમાં ચેન્નાઈનો પરાજય:
આઇપીએલ -2008 ની પહેલી સીઝનની શરૂઆતથી ધોનીની ક્પ્તાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવવું એ અન્ય ટીમો માટે સહેલું નથી. ફક્ત આઈપીએલ -2014 થી આજ સુધી એ એકમાત્ર એવી ટીમ હતી , કે  જે ટીમને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો ન હતો.

ત્યારબાદ 18 મે, 20 મે અને 22 મે ના રોજ રમાયેલી મેચોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર , કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે સીએસકેને હરાવી હતી. આ પછી, 6 વર્ષમાં આ પહેલીવાર છે, જ્યારે ટીમ ધોનીની ક્પ્તાનીવાળી હેઠળ સતત ત્રણ મેચ હારી ગઈ છે.

છઠી વખત હારેલી મેચમાં ધોની અણનમ રહ્યો:
ધોનીને વિશ્વનો સૌથી મોટો મેચ ફિનિશર માનવામાં આવે છે, પરંતુ આઈપીએલના ઇતિહાસમાં સનરાઇઝર્સ સામેની મેચ છઠ્ઠી વખત હતી કે જ્યારે ધોની તેની ટીમને જીતાડી ન શક્યો અને વિજયના લક્ષ્યાંકનો પીછો કરતા કરતા નોટઆઉટ પેવેલિયન પાછો ફર્યો.

રસપ્રદ વાત એ છે કે આ જ આઈપીએલમાં આમાંની બે તક આવી છે. આ મેચ પહેલા તે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં અણનમ રહ્યો હતો. તથા આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ સામેની હારમાં લક્ષ્યનો પીછો કરતાં ધોની છેલ્લી ઓવરમાં આઉટ થઈ ગયો હતો.

અન્ય રેકોર્ડ જોઈએ તો , ધોની 2013 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે, 2014 અને 2018 માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે અને 2019 માં આરસીબી સામે ટીમને જીતાડી શક્યો ન હતો.

4500 આઇપીએલ રન બનાવનાર 7 મો બેટ્સમેન:
આઈપીએલમાં ધોનીએ આ મેચમાં તેની 47 રનની ઇનિંગ દરમિયાન 24 માં રન બનાવતાં ની સાથે જ 4500 રનનો આંકડો પહોચ્યો  હતો. હવે તેણે 194 મેચોમાં 42.66 ની સરેરાશ અને 137.81 ના સ્ટ્રાઇક રેટથી 4523 રન બનાવ્યા છે. તે આમ કરનારો ફક્ત 7 મો ક્રિકેટર બની ગયો છે. ધોની ઉપરાંત વિરાટ કોહલીએ 5430 રન, સુરેશ રૈનાએ 5368 રન, રોહિત શર્માએ 5068 રન, ડેવિડ વોર્નરે 4821 રન બનાવ્યા, શિખર ધવન 4648 રન અને એબી ડિવીલિયર્સે 4529 રન બનાવ્યા છે.

આઈપીએલમાં સૌથી વધારે મેચનો રમવાનો રેકોર્ડ:
ધોનીની આ 194 મી આઈપીએલ મેચ હતી અને આ સાથે તેણે પોતાના સાથી સુરેશ રૈનાને પાછળ કરી અને સૌથી વધારે મેચ રમવાનો નો રેકોર્ડ બનાવ્યો છે. રૈનાએ આઇપીએલની આ સીઝનમાં યુએઈમાં વાપસી કરવા છતાં 193 મેચ રમી હતી,અને તે આઈપીએલ શરૂ થતા પહેલા જ ભારત પાછો ફર્યો હતો.અને  આ બંને પછી રોહિત શર્માએ સૌથી વધુ 192 મેચ રમી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle