દુનિયામાં રોજ-બરોજ એવી ઘટનાઓ બને છે જેનાથી ક્યારેક આપણે ખુશી અનુભવી એ છીએ, તો ક્યારેક આપણને ખૂબ જ દુઃખ લાગે છે. અને જ્યારથી સોશિયલ મીડિયાનો સમય આવ્યો છે જમાનો આવ્યો છે, ત્યારથી દુનિયાના એક ખૂણેથી બનેલી ઘટનાને દુનિયાના બીજા ખૂણા સુધી પહોંચતા ગણતરીની મિનિટો પણ નથી થતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં માંગ્યુ એ ખૂબ જ પ્રગતિ કરી છે.
તાજેતરમાં બનેલી ઘટના સાંભળીને તમે હસી હસીને લોટપોટ થઇ જશો તેવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જયપુર એરપોર્ટ પર એક એવી ઘટના બની છે, જેના કારણે ટ્વીટર પર આ ઘટનાની ચર્ચા થઇ રહી છે. IPS Officer અરુણ બોથરાએ પોતાના ટ્વીટર પર એક ફોટો શેર કર્યો અને સાથે જ કેપ્શનમાં લખ્યુ, “જયપુર એયરપોર્ટના સિક્યોરિટી સ્ટાફે મને મારુ હેંડબેગ ઓપન કરવાનું કહ્યું ”
Security staff at Jaipur airport asked to open my handbag ? pic.twitter.com/kxJUB5S3HZ
— Arun Bothra ?? (@arunbothra) March 16, 2022
હાલ તો ઓફિસર દ્વારા ટ્વીટ કરેલો ફોટો અને તેમનું ટ્વીટ બંને માત્ર સિવિલ સર્વિસની વચ્ચે નહી પરંતુ, યુઝર્સ અને લોકો વચ્ચે પણ ચર્ચાનો વિષય બની ગયું છે. અને લોકો ખુબ શેર કરી રહ્યા છે, અને લોકો તેમણે કરેલી પોસ્ટ પર વિભિન્ન પ્રકારની ટીપ્પણીઓ પણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં તો લોકો પોતે પેટ પકડીને હસી રહ્યાં છે,આ ફોટોને અત્યાર સુધી 47.5 હજાર લાઇક્સ અને 2 હજારથી વધુ રીટ્વીટ મળી ગયા છે. સોશિયલ મીડિયા પર ક્યારે શું આવી જાય અને વાઇરલ થઇ જાય તે નક્કી નહી. પણ એરપોર્ટ પર આટલા બધા વટાણા લઇને કોણ પકડાઇ? લોકો ખુબ રમુજી રીતે આ ઘટનાને જોઈ રહ્યા છે, અને હાલ ખુબ મોટા પ્રમાણમાં આ ઘટના દેશભરમાં વાયરલ થઇ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.