શું અમ્પાયરની આ એક ભૂલને કારણે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે હારી- જાણો એવું તો શું થયું કે, રાહુલ સાથે થયો અન્યાય

ટીમ ઇન્ડિયા(Team India)ને રવિવારે પાકિસ્તાન(Pakistan) સામે રમાયેલી ટી-20 વર્લ્ડ કપ(T20 World Cup)ની મેચમાં એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી(Virat Kohli)ની આગેવાની હેઠળની ભારતીય ટીમને પાકિસ્તાને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનનો આ નિર્ણય એકદમ સાચો હતો અને ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા(Rohit Sharma) અને કેએલ રાહુલ(KL Rahul) કંઈપણ કર્યા વગર આઉટ થઈ ગયા હતા. રોહિત શાહીન આફ્રિદી(Shaheen Afridi)ની ખતરનાક બોલ પર આઉટ થયો હતો, પરંતુ મેદાન પરના અમ્પાયરે રાહુલને આઉટ આપવામાં મોટી ભૂલ કરી હતી.

રાહુલ સાથે થયો મોટો અન્યાય?
કેએલ રાહુલ પાકિસ્તાન સામે ફ્લોપ રહ્યો હતો. તેની વિકેટ શાહીન આફ્રિદીએ કર્યો હતો. રાહુલ 3 રન બનાવીને બોલ્ડ થયો હતો. પરંતુ હવે ભારતીય ચાહકો ટ્વિટર પર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે કે કેએલ રાહુલ નો બોલ પર આઉટ થયો હતો. રાહુલને જે બોલ પર ફેંકવામાં આવ્યો હતો તેમાં જોઈ શકાય છે કે બોલર શાહીન આફ્રિદીનો પગ ક્રિઝથી થોડો આગળ હતો. ટીમ ઈન્ડિયાને રાહુલ પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ અમ્પાયરની આ ભૂલ રાહુલ માટે અન્યાય સાબિત થઈ. અમ્પાયરની આ બેદરકારી મેચના પરિણામમાં ટીમ ઈન્ડિયાને મોંઘી પડી હતી.

ચાહકો ટ્વિટર પર ઠાલવ્યો પોતાનો રોષ:
રાહુલનો બોલ પર આઉટ થયા બાદ ચાહકોએ ટ્વિટર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. ચાહકોએ તેમનો ગુસ્સો અમ્પાયર પર ઉતાર્યો. લોકો વિવિધ પ્રકારના ફીડબેક આપીને અમ્પાયરોના ક્લાસ લગાવી રહ્યા છે. હકીકતમાં, રાહુલ સારા ફોર્મમાં હતો અને તેનો આઉટ થવો ટીમ ઇન્ડિયા માટે મોટું નુકસાન છે.

રોહિતે પણ ન આપ્યો સાથ :
બોલિંગ કરવાનો પાકિસ્તાનનો નિર્ણય સારો હતો કારણ કે, પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ મેચની પહેલી જ ઓવરમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માને આઉટ કર્યો હતો. રોહિત પ્રથમ ઓવરના ચોથા બોલ પર લેગ બિફોર આઉટ થયો હતો. રોહિતના શૂન્ય પર પાછા જવું પાછળથી ભારતીય ટીમને ખુબ જ મોંઘું સાબિત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *