તમારી પાસે આયુષ્યમાનકાર્ડ છે એ અસલી તો છે ને? જાણો ક્યાંથી પકડાયો ભેજાબાજ જેણે લોકોને આપ્યા છે નકલી કાર્ડ

પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ગરીબોને આશીર્વાદરૂપ બને કે ન બને પરંતુ ઠગબાજો માટે આ યોજના ફળી હોય તેવું લાગી રહ્યું છે. કેમકે, આયુષમાન કાર્ડ કાઢવાના નામે સુરતમાં (Surat) ચાલી રહ્યું હતું એક કૌભાંડ જેનો પર્દાફાશ થયો છે. માત્ર 700 રૂપિયામાં નકલી આયુસ્માન કાર્ડ (Fake Ayushman card) કાઢી આપવામાં આવતું હતું.

કતારગામના વૃદ્ધને હાર્ટએટેક આવતા મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ને નકલી કાર્ડનું ભોપાળું બહાર આવ્યું હતું. રૂપિયા 2100માં 3 કાર્ડ બનાવી આપનારા ભાવનગરના ભેજાબાજની ચોકબજાર પોલીસે ધરપકડ કરી આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

છેલ્લા 2 વર્ષથી સુરતના કતારગામમાં આંબા તલાવડી ખાતે ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ખીમજીભાઇ રામજીભાઇ મોણપરા નિવૃત્ત જીવન ગુજારે છે. દરમિયાન ગત તા. 5-7-20ના રોજ ખીમજીભાઇને હાર્ટએટેક આવતા સારવારાર્થે મહાવીર હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ખીમજીભાઇના પરિવારજનોએ આયુષ્યમાન કાર્ડ રજૂ કરતા હોસ્પિટલના સ્ટાફે કાર્ડનો નંબર વેરિફાઇ કર્યો હતો, જેમાં કાર્ડ બોગસ હોવાનું પૂરવાર થયું હતું.

ખીમજીભાઇએ જણાવ્યું કે, આ કાર્ડ તેમણે ભાવનગરના મુકેશ મકવાણાએ બનાવી આપ્યા હતા. એક કાર્ડના 900 રૂપિયા લઈને એમ ખીમજીભાઇ અને તેમના બે દીકરાના કુલ 3 કાર્ડના 2100 રૂપિયા મુકેશ મકવાણાએ વસૂલ્યા હતા. કાર્ડ બોગસ નીકળતા મુકેશ મકવાણાને કોલ કર્યો તો તેને ગોળ-ગોળ વાતો કરતો હતો.

જોકે, મુકેશની વાતો ઉપર શંકા જતા બંને દીકરાના કાર્ડની પણ ખરાઇ કરાવાઇ હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાની ઓફિસે તપાસ કરાવતા આ બંને કાર્ડ પણ બોગસ નીકળ્યા હતા. આમ, ભાવનગરના મુકેશ મકવાણાના બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો.

ગત તા. 5-5-19ના રોજ કતારગામમાં આંબાતલાવડી ખાતે ચોગઠ સામાજિક મંડળ આયોજિત ચોગઠ ગામનો સાતમો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં ગામના અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટેબલા નાંખીને બેસેલા મુકેશ ડાહ્યાભાઇ મકવાણાએ આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કામ કરે છે એવી જાહેરાત સાથે કાર્ડ થકી મેડિકલ ફ્રિ સેવાની પણ માહિતી આપી હતી.

મુકેશ મકવાણાએ આયુષ્યમાન કાર્ડ અંગેના પેફ્લેટનું પણ વિતરણ કર્યું હતું. ત્યારબાદ એક માસ પછી મુકેશ મકવાણાએ ખીમજીભાઇને કોલ કરી આયુષ્યમાન કાર્ડ કાઢવા સુરત આવ્યો હોવાનું જણાવ્યું હતું. સિંગણપોરમાં હરિદર્શનના ખાડામાં આવેલા ખુલ્લા પ્લોટમાં કાર્ડ કાઢી આપે છે.

એમ કહી આધારકાર્ડ લઇને આવવા કહ્યું હતું જેથી ખીમજીભાઇ એ પોતાનું અને બે દીકરા રાજેશ તથા સંજયના આધારકાર્ડની ઝેરોક્ષ નક્ત આપી એક આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાના 700 રૂપિયા લેખે 3 કાર્ડના 2100 રૂપિયા ચૂકવ્યા હતા. હાલ પોલીસે આરોપની ધરપકડ કરી આ કૌભાંડનાં મૂળ સુધી પહોચવાતપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *