કોરોના વાયરસના કહેરને રોકવા માટે દેશભરમાં લાગેલા 25 માર્ચથી લોકડાઉનમાં સરકાર હવે ધીમે ધીમે છૂટ આપી રહી છે.ત્યારે હવે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 15 જૂનથી ફરી એક વાર દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ થશે.
દેશભરમાં કરોનાના વધતા કેસ વચ્ચે છેલ્લા અમુક દિવસોથી એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે, ૧૫ જૂન થી દેશભરમાં ફરીથી લોકડાઉન થઈ જશે. આ ખોટા મેસેજે લોકો ને પરેશાન કરી દિધા છે. ઘણા લોકો એ પોતાના ઘરે આવાની અને જવાની ટીકીટ પણ બૂક કરાવી દિધી છે. એક સમાચાર ચેનલ નું નામ ઉપયોગ કરીને ફેક ન્યુઝ ફેલાવવામાં આવી રહી છે કે, 15 જૂન થી ફરીથી થઈ શકે છે સંપૂર્ણ લોકડાઉન. ગૃહ મંત્રાલય એ સંકેત દીધો કે, ટ્રેનો ઉપરાંત હવાઈ મુસાફરી પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
दावा: सोशल मीडिया पर फैलाई जा रही एक फोटो में दावा किया जा रहा है कि गृह मंत्रालय द्वारा ट्रेन और हवाई यात्रा पर प्रतिबंध के साथ 15 जून से देश में फिर से पूर्ण लॉकडाउन लागू किया जा सकता है।#PIBFactcheck– यह #Fake है। फेक न्यूज़ फैलाने वाली ऐसी भ्रामक फोटो से सावधान रहें। pic.twitter.com/DqmrDrcvSz
— PIB Fact Check (@PIBFactCheck) June 10, 2020
ફેક ન્યૂઝ ફેલાવાનરાથી રહો સાવધાન
પીઆઈબીએ ફેક્ટ ચેક ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ છે કે, દાવો: સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલા એક ફોટામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહ મંત્રાલય દ્વારા ટ્રેન અને હવાઈ યાત્રા પર પ્રતિબંધની સાથે 15 જૂનથી દેશમાં ફરીથી પૂર્ણ લોકડાઉન લાગૂ કરવામાં આવી શકે છે. #PIBFactcheck- આ #Fack છે. ફેક ન્યૂઝ ફેલાવનારા આવા ભ્રામક ફોટાથી સાવધાન રહો.
હવે સવાલ એ છે કે, 15 જૂને ફરીથી લોકડાઉનનો દાવો કેમ કરવામાં આવ્યો હતો? આનું કારણ માત્ર નકલી સમાચાર હતા. લોકોએ ફોરવર્ડ કરેલો સંદેશ જોયો અને તાત્કાલિક ગુગલ પર ગયા અને શોધ કરી. જોકે લોકોને કંઇપણ સત્તાવાર લાગ્યું ન હતું, પરંતુ ભ્રામક સંદેશ પર ચિહ્નિત થયેલ ટીવી ચેનલ જોઇને લોકોએ તેનો વિશ્વાસ કર્યો. આ અગાઉ, ભારત સરકારે તબક્કાવાર રીતે લોકડાઉન પ્રતિબંધોને ધીરે ધીરે કરવા માટે પ્લાન અનલોક ભારતનો નિર્ણય કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news