ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections) અગાઉ ભારતીય જનતા પાર્ટી(BJP)એ તડામાડ તૈયારીઓ શરુ કરી દીધી છે. અ બધાની વચ્ચે ગાંધીનગર(Gandhinagar) ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(CR Patil) પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ગમે ત્યારે થાય પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર છે.આ સાથે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે,ચૂંટણી ડિસેમ્બર મહિનામાં જ યોજાશે.
ગુજરાતના 579 મંડળની મળી એક ઐતિહાસિક બેઠક:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ વખત મંડળોની લાઈવ વર્ચ્યુઅલી બેઠક યોજવામાં આવી હતી. જેમાં40 હજાર કરતા પણ વધારે કાર્યકર્તાઓ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
કોન્ફરન્સને સંબોધતાં સીઆર પાટીલે જણાવતા કહ્યું હતું કે, આ બેઠકમાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો હતો. તેમજ પોતાને સોંપવામાં આવેલી જવાબદારી ઉત્સાહથી નિભાવશે. આ સાથે સાથે તેમણે નમો એપમા ડોનેશન કરે તે અંગેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું છે કે, પાંચ રાજ્યોમાં ચુંટણી હોવા છતાં પણ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે.
ચૂંટણી ગમે તે સમયે થાય પણ ભારતીય જનતા પાર્ટી તૈયાર:
સીઆર પાટીલે જણાવતા કહ્યું છે કે, ચૂંટણી ગમે ત્યારે થાય પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર છે. આ સાથે પેજ, બુથ, મંડળના કાર્યકર્તાઓ સહિત તમામના સૂચનો ભાજપ દ્વારા ધ્યાને લેવામાં આવ્યાં છે. ત્યારે હવે લેવામાં આવેલા આ બધા સૂચનો અંગે સંગઠનમાં ચર્ચા અને વિચારના કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, નમો એપમાં 5.25 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઇ ચુક્યા છે. જ્યારે ભાજપની પેજ કમિટીના 60 લાખ સભ્યોના નામ નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી 32 લાખ લોકોની ડેટા એન્ટ્રી પણ પૂર્ણ થઇ જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.