ચંદ્રયાનને લઈને ISRO એ કરી મોટી જાહેરાત- દેશ માટે ખુશીના સમાચાર, જાણો અહી

ઈસરોએ એ ચંદ્રયાન ૨ સાથે ગયેલા લેન્ડર નો સંપર્ક તૂટ્યા બાદ પણ હજી ફરીથી સંપર્ક થવાની આશાઓ છોડી નથી. આ આશાઓ અને કોશિશોને કારણે ઈસરોને મોટી સફળતા હાથ લાગી છે. ઈસરોએ પોતાના ઓફીશીયલ ફેસબુક પર જાહેરાત કરતા કહ્યું છે કે, વિક્રમ લેન્ડરનું લોકેશન મળી ગયું છે. પરંતુ હજી સુધી તેની સાથે સપર્ક થયો નથી. તમામ બનતી કોશિશો શરુ છે.

શું કહ્યું ISRO એ?

Update on Chandrayaan 2:#VikramLander has been located by the orbiter of #Chandrayaan2, but no communication with it yet. All possible efforts are being made to establish communication with lander. #ISRO

આ પહેલા એક બુલેટીનમાં ઈસરોના જણાવ્યા પ્રમાણે વિક્રમ લેન્ડરમાં નીચેની બાજુ પાંચ થ્રસ્ટર્સ લાગે છે. તેના દ્વારા ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરાવનું હતું. આ સિવાય વિક્રમ લેન્ડરની ચારેય બાજુ થ્રસ્ટર્સ લાગે છે. જે અંતરિક્ષમાં યાત્રા દરમિયાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવે છે. આ થ્રસ્ટર્સ અત્યારે પણ સુરક્ષીત છે. લેન્ડરના જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટિના દબાઈ ગયું છે, તે જ ભાગમાં થ્રસ્ટર્સ છે. જો પૃથ્વી પર આવેલા ગ્રાઉન્ડ સ્ટેશનથી મોકલવામાં આવેલા કમાન્ડ સીધા અથવા ઓર્બિટર દ્વારા દબાયેલા એન્ટિનાએ રિસીવ કરી લીધા તો તેના થ્રેસ્ટર્સને ઓન કરી શકાય છે. થ્રેસ્ટર્સ ઓન થવાથી વિક્રમ ફરી બેઠું થઈ શકે છે. જો આવું થયું તો મિશન સાથે જોડાયેલા તે દરેક પ્રયોગ થઈ શકશે જે પહેલાં ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 વિશે નક્કી કર્યા હતા.

ઈસરો પ્રમુખ કે.સિવન એ રવિવારે કહ્યું હતું કે, ઈસરોની ટીમ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જલદી સંપર્ક થઈ પણ જશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તેમની પાસે વિક્રમ સાથે સંપર્ક કરવા માટે 12 દિવસ (રવિવારથી ગણતરી મુજબ) છે. આજથી જોવા જઈએ તો ઈસરોના વૈજ્ઞાનિકો પાસે વિક્રમનો સંપર્ક કરવા માટે 11 દિવસ છે. કારણ કે અત્યારે પણ લૂનર ડે ચાલી રહ્યું છે.એખ લૂનર ડે ધરતીના 14 દિવસ બરાબર હોય છે. તેમાં 3 દિવસ જતા રહ્યા છે. એટલે કે હજી 11 દિવસ સુધી ચંદ્ર પર દિવસ રહેશે. રાત્રીના સમયે વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવો મુશ્કેલ હોય છે. તેથી જો આ 11 દિવસ જતા રહ્યા તો તે પછી વૈજ્ઞાનિકોએ ખૂબ રાહ જોવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *