ચંદ્ર પર ચંદ્રયાન-3 મોકલનાર ISRO ના વૈજ્ઞાનિકોનો કેટલો પગાર મળે છે? પૂર્વ અધ્યક્ષે કર્યો ચોકાવનારો ખુલાસો

Published on Trishul News at 6:38 PM, Thu, 24 August 2023

Last modified on August 24th, 2023 at 6:38 PM

ISRO scientists salary: ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ પૂર્ણ કર્યું છે અને હવે પ્રજ્ઞાન રોવર તેના કામમાં વ્યસ્ત છે. ભારતને આ ઐતિહાસિક ઉંચાઈ પર લઈ જનાર ઈસરોના વૈજ્ઞાનિકોને દરેક લોકો સલામ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, આ ઈસરોના વૈજ્ઞાનિકોનો પગાર કેટલો છે, શું નાસાના વૈજ્ઞાનિકો ઈસરોમાં કામ કરતા લોકો કરતા વધુ કમાય છે? આ સત્ય ઈસરોના પૂર્વ અધ્યક્ષ જી. માધવન નાયરે સૌની સામે મૂકી છે.

હા. માધવન નાયરે કહ્યું કે, આજે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પહેલો દેશ બની ગયો છે, આવું ત્યારે બન્યું છે જ્યારે ઈસરોના વૈજ્ઞાનિકોનો પગાર વિકસિત દેશો કરતા પાંચ ગણો ઓછો છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિકોનો ઓછો પગાર પણ એક કારણ છે કે, આપણે દરેક મિશનને ઓછા પૈસામાં ઉકેલવાનું વિચારીએ છીએ. આજે, વિશ્વના વિકસિત દેશોમાં અંતરિક્ષ કેન્દ્રોમાં કામ કરતા વૈજ્ઞાનિકો કરતાં ISROમાં કામ કરતા વૈજ્ઞાનિકોને ઘણો ઓછો પગાર મળે છે.

ઈસરોના પૂર્વ અધ્યક્ષ કહે છે કે, તમને અહીં કોઈ કરોડપતિ નહીં મળે, દરેક વ્યક્તિ સાદું જીવન જીવે છે અને કોઈને પૈસાની ચિંતા નથી કારણ કે દરેક દેશ માટે યોગદાન આપવા માંગે છે. અમે અમારી ભૂલોમાંથી શીખવાનો પ્રયાસ કરીએ છીએ, અમે અમારા મિશનમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેના કારણે અમને બજેટને નિયંત્રિત કરવામાં સફળતા મળે છે.

તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન-3 દ્વારા ભારતે નવો ઈતિહાસ રચ્યો છે. આ મિશનનું કુલ બજેટ 615 કરોડ રૂપિયા હતું, આજના સમયમાં બોલિવૂડ અને હોલીવુડની ઘણી ફિલ્મોનું બજેટ આટલું જ છે. આમ છતાં ભારતે ઈતિહાસ રચીને સૌને ચોંકાવી દીધા. આજે ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે, જેણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. જ્યારે ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે 23 ઓગસ્ટની સાંજે 6:40 કલાકે ચંદ્ર પર પગ મૂક્યો હતો.

Be the first to comment on "ચંદ્ર પર ચંદ્રયાન-3 મોકલનાર ISRO ના વૈજ્ઞાનિકોનો કેટલો પગાર મળે છે? પૂર્વ અધ્યક્ષે કર્યો ચોકાવનારો ખુલાસો"

Leave a comment

Your email address will not be published.


*