રૂપિયા 2000 ની નોટ પડી હોય તો ચિંતા ન કરતા… આ તારીખ સુધી બદલાવી શકાશે નોટ -RBIએ આપ્યું મોટું અપડેટ

2000 Currency Deadline News: હજુ પણ તમારી પાસે 2 હજારની નોટ છે, તો પણ તમારે ડરવાની જરૂર નથી! 2 હજારની નોટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ બેંકમાં 2000 રૂપિયાની(2000 Currency Deadline News) નોટ જમા કરાવવા અથવા તેને ન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. RBI એક પરિપત્ર જારી કરીને આ જાણકારી આપી હતી.

30 સપ્ટેમ્બર હતો છેલ્લો દિવસ
2000ની ચલણી નોટો બદલવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર હતી પરંતુ લોકો પાસે એક પણ નોટ રહી ન જાય તે માટે RBIએ હવે એક અઠવાડિયું મુદત વધારી દીધી છે એટલે કે હવે લોકો 7 ઓક્ટોબર સુધી તમે નોટો બદલાવી શકશે.

8 ઓક્ટોબરે બંધ થઈ જશે નોટો બદલવાની પ્રક્રિયા
RBI તરફથી જારી એક નિવેદન મુજબ, 8 ઓક્ટોબરે 2000ની ચલણી નોટો બદલવાનું કામ બંધ થઈ જશે. એટલે લોકો પાસે હજુ પણ નોટો બદલવા માટે એક અઠવાડિયાનો સમય છે.

ક્યારે બહાર પડાઈ હતી 2000ની નોટો
8 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્રની મોદી સરકારે અચાનક રૂ. 500 અને રૂ. 1000ની નોટો બંધ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આનાથી કાળું નાણું અને આતંકવાદી ફંડિંગ બંધ થઈ જશે. જૂની નોટોના બદલામાં 500 અને 2000 રૂપિયાની નવી નોટો લાવવામાં આવી હતી. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે 2000ની નોટ છાપવામાં આવી રહી નથી.

નોટો બીજે ક્યાં બદલી શકાય?
RBIની 19 પ્રાદેશિક શાખાઓમાં પણ તમે નોટો બદલી શકાશે. RBIની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે, પરંતુ રૂ. 2000ની નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુરમાં જારી કરવામાં આવે છે. માત્ર દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં બદલી શકાશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *