રુપાણી સરકાર રાજ્યનાં વિદ્યાર્થીઓને આપશે 12,000 રૂપિયાની સહાય- જાણો જલ્દી…

હાલમાં કોરોનાની મહામારી દેશની સાથે-સાથે જ સમગ્ર રાજ્યમાં પણ સતત વધતી જ જાય છે. રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ તેમજ જનતાને સબસીડીની યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.રાજ્યનાં કેટલાય શહેરોમાં વાહનોથી ફેલાઈ રહેલું વાયુ પ્રદૂષણ અટકાવવા માટે ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ કરનારને કુલ 12,000ની સહાય આપવાની CM વિજય રૂપાણી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે.

બેટરી સંચાલિત ટૂ વ્હીલર તેમજ થ્રી વ્હીલરના ઉપયોગ માટે સહાય યોજના જાહેર કરતાં CM વિજય રૂપાણીએ જણાવતાં કહ્યું હતું કે, ઇલેકટ્રીક ટૂ-વ્હીલરને ખરીદવા માટે વિદ્યાર્થીઓને કુલ 12,000ની સહાય તેમજ ઇલેકટ્રીક રિક્ષા ખરીદવાં માટે કુલ 48,000ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટુ-વ્હીલર માટે 12,000 તેમજ રીક્ષા માટે 48,000 રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી :
કલાયમેન્ટ ચેન્જ વિભાગની કુલ 1 દશકની કામગીરી-ભાવિ રોડ મેપના દસ્તાવેજ પુસ્તક-કોમ્પોડીયમનું ઈ-લોકાર્પણ કરતાં CM રુપાણીએ જણાવતાં કહ્યું હતું કે, રાજ્યનાં શહેરોમાં વાહનોથી ફેલાઈ રહેલ વાયુ પ્રદૂષણને અટકાવવા માટે બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરનો વપરાશ વધારે પ્રમાણમાં લોકો કરતાં થાય તેની માટે ઉપરોક્ત યોજના જાહેર કરવામાં આવી છે.

રાજ્ય કલાયમેન્ટ ચેન્જ પડકારોને પાર પાડવા માટે સંકલ્પબદ્ધ :
સહાય યોજના અંતર્ગત રાજ્યનાં ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ- વ્હીલર ખરીદવાં માટે રાજ્ય સરકાર કુલ 12,000 રૂપિયાની સહાય આપશે. આ સહાય સબસિડી કુલ 10,000 વાહનોને આપવાનો લક્ષ્યાંક રહેલો છે.

સરકાર 12,000 ની સહાય આપશે :
આટલું જ નહિ પરંતુ વ્યકિતગત તેમજ સંસ્થાકીય લાભાર્થીઓની માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા તેમજ થ્રી વ્હીલરની ખરીદીમાં પણ કુલ 48,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તથા કુલ 5,000 ઇ-રિક્ષાઓને એનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *