Investigation of Income Tax Department in Surat: રાજકોટ પછી હવે સુરતમાં પણ આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમો (Investigation of Income Tax Department in Surat) દ્વારા જ્વેલર્સના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એક સાથે 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો હતો.
35થી વધુ સ્થળોએ ITની તપાસ
મળતી માહિતી અનુસાર આવકવેરા વિભાગની ટીમ દ્વારા સુરતના જુના અને જાણીતા કાંતિલાલ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના 35થી વધુ જગ્યાઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે.(Investigation of Income Tax Department in Surat) સુરતમાં ત્રણ મોટા ગ્રુપ પર ઈન્કમટેક્સની ટીમ ત્રાટકતા ડાયમંડ નગરીમાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો પણ મળી આવે તેવી શક્યતા છે.
પાર્થ એન્ડ બ્રધર્સ ITની રડારમાં
વધુમાં આવકવેરા વિભાગ ટીમે પાર્લે પોઈન્ટ અને અડાજણ વિસ્તારના કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના બે શો-રૂમમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ડુમસ વિસ્તારમાં આવેલા બંગલામાં પણ ITની તપાસ ચાલુ કરી છે. પાર્થ એન્ડ બ્રધર્સની ઓફિસમાં પણ ITની તપાસ ચાલી રહી છે. સોનાના બિસ્કીટના વેચાણ મુદ્દે પાર્થ એન્ડ બ્રધર્સ ITની રડારમાં જોવા મળી છે. આ દરોડાના સંદર્ભે રાજકોટમાં બે જગ્યાએ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા
માહિતી અનુસાર આશરે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.(Investigation of Income Tax Department in Surat) આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube