સોશિયલ મીડિયામાં કોઇ પણ અજાણી યુવતીની સાથે ચેંટીગ કરતા યુવકો માટે ચેતવણી રૂપ બનાવો સામે આવ્યો છે. કોઈ પણ અજાણી યુવતી સાથે ચેંટીગ કરતા અગાઉ 10 વાર વિચાર કરજો કે, ક્યાંક તમે હનીટ્રેપનો શિકાર નથી બન્યા ને. તે સમયે વધારે એક બનાવ ગુજરાતના સુરત ખાતે બન્યો છે.
સુરતના ઉધના વિસ્તારમાં એક યુવક સોશિયલ મીડિયા ઉપર હની ટ્રેંપનો શિકાર બન્યો છે. પહેલા તો મહિલાએ યુવકને ફેસબુકપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને વિશ્વાસ માં લઈ મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ મહિલા અવાર-નવાર યુવકને અશ્લીલ વિડિઓ કોલ કરી વિડિઓ રેકોર્ડીંગ કરી રહી હતી. અશ્લીલ વિડિઓ બનાવી ને યુવક પાસેથી રૂપિયાની માંગણી કરતી હતી.
ઉધના વિસ્તારમાં વસવાટ કરતા એન્જીનયર યુવક પાસે આ મહિલા અને તેની ગૅંગ સતત વિડિઓ વાયરલ કરવાની ધાક-ધમકી આપી રહ્યા હતા. વિડીયો વાઈરલ ન કરવા માટે યુવક પાસેથી ગૂગલ પે દ્વારા 30 હજાર રૂપિયા પડાવ્યા હતા.
ગૅંગએ વારમવાર વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગતા હતા. જેના કારણે યુવકે કંટાળી આખરે પોલીસ નો સહારો લીધો હતો. હાલમાં ઉધના પોલીસએ અંજલિ શર્મા, રાજેન્દ્ર યોગી, અજય શર્મા નામ ના વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle